Uncategorized

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડનં-૧૫માં થોરાળામાં રામનગર વિસ્તારમાં ડિમોલિશનની

*રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડનં-૧૫માં થોરાળામાં રામનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.*

*રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વોર્ડનં-૧૫માં રાજ્ય સરકાર દ્વારા તા.૧૪/૨/૧૯૪૬ના નોટિફિકેશન મુજબ પાલિકાને સર્વે નંબર ૨૧૫ પૈકીની ૬૫૦ ચોરસ મીટર જમીન સોંપવામાં આવી હતી. આ જમીન પર ગેરકાયદેસર બાંધકામ ખડકાયેલા હોય જે દૂર કરવા માટે ૨-વર્ષ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન અસરગ્રસ્તો અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે તમામ અસરગ્રસ્તોને સાંભળ્યા બાદ નિર્ણય લેવા મહાપાલિકાને તાકીદ કરી હતી. કોર્ટના આદેશ મુજબ મહાપાલિકાએ પણ તમામ લોકોને સાંભળ્યા હતા. સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટેનો કેસ ક્લિયર થતા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ આદેશને પગલે આજે સવારે ટાઉન પ્લાનીંગ શાખા દબાણ શાખા વિજિલન્સ શાખા સહિતનો કાફલો શહેરના વોર્ડનં-૧૫માં નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં ત્રાટક્યો હતો. અહીં સરકારે કોર્પોરેશનને ફાળવેલી જમીન પર ગેરકાયદેસર ખડકાયેલા ૧૩ જેટલા બાંધકામો દૂર કરી દોઢ કરોડની ૬૫૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન સામાન્ય રકઝક થવા પામી હતી. જો કે પોલીસ અને વિજિલન્સ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

IMG-20210108-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *