Uncategorized

રાજકોટ શહેર અપહરણની ખોટી ફરિયાદ દાખલ કરી, પોલીસને ગેરમાર્ગ દોરનાર ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.*

*રાજકોટ શહેર અપહરણની ખોટી ફરિયાદ દાખલ કરી, પોલીસને ગેરમાર્ગ દોરનાર ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.*

*રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.એમ.ધાખડા અને તેમની ટીમ સતત કરણની ગતિવિધિ ઉપર વોચ રાખી હતી દરમિયાન કરણે એક નવો ફોન લઇ તેમાં નવું સીમકાર્ડ નાખી ફોન એક્ટિવા કરતા મુંબઈ વસઈ-બોરીવલીનું લોકેશન મળતા તુરંત જ ટિમ ત્યાં દોડી ગઈ હતી. અને કરણ પુનાભાઈ ગોગરા જાતે.આહિર ઉ.૨૪ રહે. પ્રજાપતી સોસાયટી શેરીનં-૨ બાલાજી હોલ રાજકોટ. ને શોધી કાઢી રાજકોટ લઇ આવી હતી. તેની પૂછતાછ કરતા પોતે અપહરણનું નાટક કર્યું હોવાની કબૂલાત આપતા જણાવ્યું હતું. પોતાને શેર બજારના ધંધામાં ૧૪ થી ૧૫ લાખ રૂપિયા જેટલું દેણું થઇ આવ્યું હતું. જેમાં ૭ લાખ રૂપિયા તેના બનેવી પાસેથી જ લીધા હતા. મોટાભાગે પોતે પૈસા સગા સંબંધીઓ પાસેથી જ લીધા હતા. જો કે કોઈ તેની પાસે ઉઘરાણી કરતુ ન હતું. છતાં દેવું થઇ જતા તે સતત ચિંતિત રહેતો હતો. જેથી ઘર છોડીને ભાગી જવાનું વિચારી અપહરણનું નાટક કર્યું હતું. અને પોતાના ફોનમાંથી એભલને અવાજ બદલીને ફોન કરી પોતાનું અપહરણ થયું હોવાનું જણાવી બાઈક-ફોન અવધ રોડ ઉપર મૂકી રિક્ષામાં K.K.V ચોક અને ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી થઇ અર્ટિગા કારમાં અમદાવાદ અને ત્યાંથી ૩૧ તારીખે ટ્રાવેલ્સમાં મુંબઈ પહોંચ્યો હતો. પરંતુ ત્યાં તેની પાસે આઈકાર્ડ નહિ હોવાથી હોટલમાં રૂમ મળ્યો ન હતો. જેથી પરત અમદાવાદ આવી ગયો હતો. અને પોતાની પાસે આધારકાર્ડના નંબર હોય. તેનાથી આધારકાર્ડ કઢાવી એક નવો ફોન અને નવું સીમકાર્ડ કઢાવ્યું હતું. અને એક હોટલમાં રોકાયો હતો. બીજી તારીખે ત્યાંથી ચેકઆઉટ કરી પરત ટ્રાવેલ્સમાં મુંબઈ ગયો હતો. ત્યાંનું લોકેશન મળતા જ પોલીસે દબોચી લીધો હતો. આમ ૧૪ થી ૧૫ લાખનું દેવું થઇ જતા પોતે જ અપહરણનું ખોટું નાટક કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી

IMG-20210105-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *