Uncategorized

રાજકોટ શહેર આકાશવાણીનો ૬૭મો સ્થાપના દિવસ.* *રાજકોટ શહેર તા.૪/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરનું

*રાજકોટ શહેર આકાશવાણીનો ૬૭મો સ્થાપના દિવસ.*

*રાજકોટ શહેર તા.૪/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરનું રેડિયો સ્ટેશન ૧૯૫૫ની સાલના પ્રારંભે જ શરૂ થયું હતુ. આજે તેનો ૬૭મો સ્થાપના દિવસ ઉજવાય રહ્યો છે. ભારતમાં આઝાદી બાદ ૩ રેડિયો સ્ટેશનમાં દિલ્હી-મુંબઈને મદ્રાસમાં શરૂ થયા હતા. આકાશવાણી રાજકોટ ગુજરાતનું ત્રીજુ રેડિયો સ્ટેશન હતું. ગુજરાતમાં પહેલું વડોદરા ૧૯૩૯માંને અમદાવાદ ૧૯૪૯માં શરૂ થયું. રાજકોટ રેડિયો સ્ટેશન પ્રારંભે ૧ કિલોવોટનું ટ્રાન્સમિશન હતું. જેને ૧૯૮૭માં ૩૦૦ કિલો વોટ અને મીડીયમ વેવ સુધી વિસ્તારવામાં આવ્યું હતુ. રાજકોટ રેડિયો સ્ટેશનની ગુજરાત અને દેશમાં ઓળખઉભી કરાય જેમાં હેમુગઢવી, દિવાળીબેન ભીલ, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી જેવા મહાન કલાકારોનો સિંહ ફાળો છે. આ ઉપરાંત જાણીતા કલાકારો અને સાહિત્યકારોનાં ઈન્ટરવ્યું સાથે સંસ્કૃતિની ધરોહર સમા વિવિધ શ્રેષ્ઠ કાર્યક્રમો રાજકોટ કેન્દ્રનો ભવ્ય વારસો છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર એ પણ સોશિયલ મિડિયાના ફેસબુક, ટવીટ્ર અને યુ ટયુબ જેવા માધ્યમો સાથે પ્લેસ્ટોર ઉપર એપ્લીકેશનના માધ્યમથી વિશ્ર્વના તમામ ગુજરાતી લોકો સાથે જોડાયેલ છે. આજે પણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનાં શ્રોતાઓને અર્ચના-રત્નકણિકા-યુવવાણી, સહિયર-બાલસભા, અડકોદડકો, મધુવન, જયભારતી, ગામનો ચોરો સંતવાણી વિગેરે જેવા કાર્યક્રમોથી સતત માહિતી મનોરંગ પૂરૂ પાડે છ

IMG-20210104-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *