Uncategorized

રાજકોટ શહેર કરોડપતિ નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન ઝડપાયો.*

*રાજકોટ શહેર કરોડપતિ નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન ઝડપાયો.*

*રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં એક સમયના કરોડપતિ અને પોલીસના નજીકના ગણાતા એવા નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન સામે ૧.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરનાર દીપકસિંહ દોલતસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ઢેબર રોડ પર આઇશ્રી ખોડિયાર ક્રેડિટ કો.ઓ.સોસાયટીના નામે ધીરાણ આપવાનો ધંધો કરે છે. વર્ષ-૨૦૧૮માં મિત્ર સંજયે પોતાને નાણાંની જરૂરિયાત હોય અને થોડા સમયમાં રકમ પાછી આપી દેશે તેમ કહી સિક્યુરીટી પેટે સંજયે તેની પત્ની કાજલબેનના નામનું ચંદન પાર્કનું મકાન તેમજ પોતાના માણસ આર્યન જયંતીલાલ જોશીના નામનો વેસ્ટમાં આવેલા ફ્લેટની ફાઈલ આપશે. એવું કહ્યું હતું. બાદમાં બંને ફ્લેટની ઓરિજનલ મિલકતની ફાઈલ પણ આપી હતી. તેમજ જો એક વર્ષમાં નાણાં પરત ન ચૂકવે તો બંનેના દસ્તાવેજ કરી આપીશ એવી પણ ખાતરી આપી હતી. બંને ફાઈલ પર અન્ય કોઈ લખાણ કર્યા વિના સંજયને સવા ટકે ૧.૨૫ કરોડ રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા. બાદમાં સંજયનો ફરિયાદી દીપકભાઈને ફોન પણ આવ્યો હતો કે, “તમે મારા ઘરે જતા નહીં. મેં મારી તમામ મિલકતોનુ રાજુભાઈને આપી દીધું છે. રાજુભાઈ તમને બોલાવી ને તમારા પૈસા આપી દેશે. જો હવે તમે મારા ઘરે ગયા તો તમને જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી પણ આપી હતી.” આ મામલે છેતરપિંડીની ફરિયાદ દાખલ થયા બાદ તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના P.S.I વનરાજસિંહ જાડેજાએ કરવામાં આવશે. આ મામલે ક્રાઇમ બ્રાંચ તરફથી વિવિધ પુરાવા પણ એકઠા કરવામાં આવશ

IMG-20210108-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *