*રાજકોટ શહેરમાં ગ્રાહકોને લલનાઓ પુરી પાડનાર એજન્ટની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ.*
*રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર માધાપર ચોકડી નજીક મોરબી રોડ પર રહેતો ભરત ઉર્ફે રવિ મનસુખભાઇ ગોહેલ નામનો શખ્સ બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર કરાવતો હોવાની પોલીસની માહિતી મળી હતી. એ.ડીવિઝનના P.S.I સી.જી.જોષી, ક્રાઇમ બ્રાંચના P.S.I વી.કે.ગઢવીએ લોહીના વેપારનું નેટવર્ક ભેદવા ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. ડમી ગ્રાહકે પોલીસની સૂચના મુજબ એજન્ટ ભરત ગોહેલનો ફોનથી સંપર્ક કરતા એજન્ટ સવારે જ મુંબઇથી સ્વરૂપવાન લલના આવી છે. યુવતી સાથે મોજમજા કરવી હોય તો હોટલમાં રૂમ બુક કરાવીને જાણ કરો એટલે યુવતીને લઇને આવી જઇશ. યુવતીનો ચાર્જ રૂ.૨૦૦૦ થશે. તેવી વાત કરી હતી. આથી ડમી ગ્રાહકે એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ હોટલ પર્લમાં રૂમ બુક કરાવીને એજન્ટને જાણ કરતા થોડીવારમાં એજન્ટ યુવતીને લઇને હોટલે આવી પહોંચ્યો હતો. એજન્ટે ગ્રાહક પાસેથી રૂ.૨૦૦૦ લઇને યુવતીને રૂમમાં મોકલી એ સાથે ડમી ગ્રાહકે પોલીસને સંકેત આપી દેતા P.S.I નિમાવત સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લઇ યુવતીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. આરોપીની કબૂલાત મુજબ, તે રાજુલના દુર્લભનગરનો રહેવાસી છે. અને થોડાં સમયથી રાજકોટ આવીને દેહવ્યાપારનું નેટવર્ક શરૂ કર્યુ઼ હતું. જે યુવતીને પોલીસે મુક્ત કરાવી હતી. એ યુવતીને મુંબઇથી બોલાવતા તે બુધવારે સવારે જ આવી હોવાની કેફિયત આપી હતી. આ રીતે તે અલગ અલગ રાજ્યના દલાલો મારફત યુવતીઓ બોલાવીને ગ્રાહકોને પૂરી પાડતો હોવાનુ઼ ખુલતા પોલીસે ઇમ્મોરલ ટ્રાફીકીંગ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. કેસને મજબૂત કરવા યુવતીને સાક્ષી બનાવાઇ છે. આરોપી પાસેથી રોકડા રૂ.૨૦૦૦ ૨ મોબાઇલ સહિત ૧૨,૦૦૦ નું મુદ્દામાલ કબ્જે કરાયો છે.*


