Uncategorized

રાજુલા માર્કટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખ તરીકે છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખ ડા

ન્યૂઝ રાજુલા

રાજુલા માર્કટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
પ્રમુખ તરીકે છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખ ડા

રાજુલા માર્કટિંગ યાર્ડની ચૂંટણીમાં રાસક્સીભરી ચૂંટણી માં પરિણામ આવ્યું હતુ જેમાં ભાજપ નો ભગવો લહેરાયો હતો કૉંગ્રેસનાં સુપડા સાફ થયા હતા અને પૂર્વ ધારાસભ્ય ની પેનલ નો વિજય થયો હતો 

પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ની ભાજપ પ્રેરિત પેનલ સામે હાલના કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરની પેનલ ઉભી હતી અગાવ કુલ 6 બેઠકો બિનહરીફ થઈ હતી 10 બેઠકો માટે મતદાન થયું હતું ત્યારે આજે પરિણામ આવતા ભાજપ ની પેનલના 10 ઉમેદવારી વિજયી થયા હતા જેમાં છગનભાઇ ધડુક પીઠભાઈ નકુમ રમેશભાઈ વસોયા અરજનભાઈ વાઘ સહિતના 10 ઉમેદવારો વિજયી થયા હતા વિજયી થતાની સાથે 16 બેઠકો પર સંપૂર્ણ યાર્ડ ભાજપના ભગવા થી રંગાયું હતું આ વિજયને વધાવવામાં આવ્યો હતો 

આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખ ડા ની વરણી કરવામાં આવી હતી આ તકે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી પરેશભાઈ લાડુમોર રવુંભાઈ ખુમાણ દિલીપભાઈ જોશી દિલુભાઈ ધાખ ડા રમેશભાઈ વસોયા જીજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20210108-WA0029-1.jpg IMG-20210108-WA0027-2.jpg IMG-20210108-WA0028-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *