Uncategorized

વિસાવદર તાલુકામાં કોંગ્રેસમાં ભડકો પૂવૅ તાલુકા પ્રમુખ સાથે નેતાઓનો ભાજપમા પ્રવેશ*

*વિસાવદર તાલુકામાં કોંગ્રેસમાં ભડકો પૂવૅ તાલુકા પ્રમુખ સાથે નેતાઓનો ભાજપમા પ્રવેશ*

*કિરીટભાઈ પટેલના સન્માન સમારંભમાં વિપુલ કાવાણીએ અનેક કાયૅકરો સાથે કેસરીયો પહેર્યો*

વિસાવદર તાલુકાના સરસઈ ગામ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ખેડૂતલક્ષી સતત કામગીરીને લક્ષમા લઈ ને વિસાવદર ભાજપના સંગઠન દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો તેમાં‌ વિસાવદર તાલુકા પંચાયતના સુકાની વિપુલ કાવાણીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વમાં મંગલ પ્રવેશ કર્યો હતો.તેમની સાથે કિશોર ડોબરીયા, વિનુભાઈ સાવલીયા, તાલુકા પંચાયત સદસ્યો તેમજ મહેશ વોરા સરપંચશ્રી વિરપુર તેમજ જુની ચાવડના સરપંચ તથા મોટી સંખ્યામાં કાયૅકરોએ કોંગ્રેસને તિલાંજલિ આપી અને વતૅમાન સરકારની સાથે રહેવાનુ પસંદ કરેલ.આજકાલ સમગ્ર વિસાવદર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના ગઢમાં આ પડેલા ગાબડા શું આવનારી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય તરફ કે સતાથી અલગ રાખવા માટે જેમ વિસાવદર નગરપાલિકા હાંસલ કરી તેમ સમગ્ર તાલુકામાં ભગવો લહેરાવી ભાજપને જીત અપાવવાનુ આગામી આયોજન કિરીટભાઈ પટેલના નેતૃત્વ માં થઈ રહ્યું હોય તેવુ લાગે છે.
ખેડૂતોને દિવસે વિજળી આપવાના ખોટા જશને ખાટવા અહીંના પ્રતિનિધીને પોતાના શબ્દો માં આડે હાથ લેતા જીલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે ધારાસભ્યશ્રી ફક્ત વાતો જ કરે છે.સાથે સાથે વિપુલ કાવાણી તથા આવનારા કાયૅકરોને એક સારી સરકારમાં સામેલ થવા માટે અભિનંદન આપ્યા હતા તેમજ સ્વચ્છ અને મિલનસાર સ્વભાવ ધરાવતા વિપુલ કાવાણી તથા કાયૅકરોના ભાજપ‌ પરીવારમાં સામેલ થવા માટે ભાજપની શકિતમાં ખૂબ જ વધારો થયેલ હતો.તેમજ આવનારા દિવસોમાં ખેડૂતો ના નામે મત માગનારા ને જાકારો જ મળશે તેવું જણાવ્યું હતું
અમે ખેડૂતોને દરેક ક્ષેત્રોમાં મદદરૂપ થયા જ છીએ,તેના ઉદાહરણો લોકોને ખબર જ છે
આ સન્માન સમારોહ એ વિસ્તારમાં ભાજપના ઈતિહાસમાં સૌથી મોટા અક્ષરે લખાશે કેમ કે તાલુકા પંચાયત વિસાવદરના પ્રમુખનુ જોડાવું એ આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થશે એવું લોકચર્ચા માં છે.
આ ભવ્ય સમારોહમાં તાલુકા ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સાવલીયા,વિસાવદર નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા તથા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા, રમણીક દુધાત્રા,કમલેશ વાઘેલા,કમલેશ રીબડીયા, સરપંચશ્રી સરસઈ ગ્રામ પંચાયત નયનાબેન રીબડીયા, મનિષાબેન દેવેન્દ્ર ભાઈ વિરડીયા, અરવિંદભાઈ રત્નાભાઈ સાવલીયા તેમજ મોટા પ્રમાણમાં ગામજનો હાજર રહેલ.

રીપોર્ટર હરેશ મહેતા વિસાવદર

IMG-20210115-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *