વિસાવદર પોલીસે નાસ્તો ફરતો આરોપી કોર્ટ મા સરેન્ડર કરવા આવતા ધરપકડ કરી
વિસાવદર પોલીસ દ્વારા પેસાની લેતી દેતી બાબતે હુમલો કરી નાસિજનાર આરોપી ની ધરપકડ કરી બનાવની વિગત જોયેતો ગત તારીખ 19/11/2020નારોજ વિસાવદર નો રહેવાસી ધવલ સોલંકી દ્વારા ફરિયાદ કરેલકે હનુમાન પરામાં રહેતો સમસુલહક કાળુભાઇ જાતે સિંધી પાસે રૂપિયા 3000માંગતો હોય ત્યારે ધવલ દ્વારા સમસુહલ પેસાની ઉઘરાણી કરતા સમસુહલ તથા તેમની સાથે હસન ઉર્ફ બોદું બંને ઉશ્કેરાય ગયેલ અને ધવલ ઉપર છરી થી હુમલોકરીને નાસી છૂટ્યા હતા વિસાવદર પોલીસ દ્વારા ધવલની ફરિયાદ લય બંને આરોપી વિરુદ્ધ આઈ પીસી 323/324/તથા અન્ય કલમો લગાવી ગુનો દાખલ કરેલ ત્યારથી આરોપી પોલીસ પકડથી દૂર હોય પરંતુ આરોપી દ્વારા પોલીસ ઉપર દબાણ લાવવા વિસાવદર કોર્ટ મા સરેન્ડર અરજી કરતા કોર્ટ દ્વારા સરન્ડર અરજી નામન્જુર કરતા વિસાવદર પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વિસાવદર કોર્ટ મા રિમાન્ડ ની માંગ સાથે રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મન્જુર કરેલાકેસની વધુ તપાસ વિસાવદર પોલીસ ના એ એસ આઈ આર બી દેવમુરારી ચલાવી રહેલ છે
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર



