હેડીગ….. વેરાવળના 27 વર્ષીય ભેજાબાઝ ગઠીયાએ દસેક શહેરોના 30 વેપારીઅો સાથે 20 લાખની છેતરપીંડી અાચરી…
પેટા હેડીગ…. ભેજાબાઝ ગઠીયઅો મોંઘીદાટ વસ્તુઅોની ખરીદી કરી તેનું અોનલાઇન ગુગલ અને ફોન પે એપ્લીકેશનના માઘ્યમથી શેડયુલ પેમેન્ટ કરી પાછળથી તે કેન્સલ કરી વેપારીઅોને છેતરતો…
ભેજાબાઝ ગઠીયા પાસેથી પોલીસે અાઇફોન, વીવો-અોપોના મોબાઇલ, સોનાના ઢાળીયા, એસી, ઇલેકટ્રીક સ્કુટર, કોમ્પયુટર સેટ મળી કુલ રૂ.8.48 લાખનો મુદામાલ કબ્જે કર્યા…
*અહેવાલ : ચેતન અપારનાથી*
વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના ભેજાબાઝ ગઠીયો મોટાપાયે છેતરપીડી અાચરતો હોવાની ફરીયાદ પોલીસને મળી હતી. જેમાં અત્રેના એક વેપારીએ નોંઘાવેલ છેતરપીંડીની ફરીયાદના અાઘારે 27 વર્ષીય ભેજાબાજ ગઠીયા ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ પુછપરછ હાથ કરતા મોટી છેતરપીંડીના રેકેટનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ભાવેશએ ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના સાતેક શહેરો અને અમદાવાદના એક મળી 30 જેટલા વેપારીઅો પાસેથી રૂ.20 લાખથી વઘુની રકમની મોંઘીદાટ વસ્તુઅોની ખરીદી કરી છેતરપીંડી અાચરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો.
ભેજાબાજ ગઠીયાની કરતુત અંગે અાજે સાંજે ડીવાયએસપી એમ.એમ.પરમાર, તપાસનીસ પીઅાઇ ડી.ડી.પરમારે યોજેલ પત્રકાર પરીષદમાં જણાવેલ કે, વેરાવળમાં બસ સ્ટેશન સામે શાઅોમી કંપનીના સ્ટોરમાંથી તા.23 અને 25 ડીસે. દરમ્યાન છાત્રોડા ગામે રહેતો ભાવેશ વરજાંગ છાત્રોડીયાએ એલઇડી ટીવી, વોટર પ્યોરીફાયર, ટ્રીમર અને પાવર બેંક મળી કુલ રૂ.41,495 ની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ફોન પે એપ્લીકેશનમાંથી ટ્રાન્સફર કરી ચુકવી અાપેલ હોવાનું કહી વસ્તુઅો લઇ નિકળી ગયો હતો. તે રકમ સ્ટોરના ખાતામાં જમા ન થઇ હોવાથી ભાવેશને જણાવતા તેણે અોનલાઇન ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવારૂપ બે સ્ક્રીન શોટ સ્ટોરના કર્મચારીને મોકલી કહેલ કે, પેમેન્ટ જમા ન થાય તો મને વાત કરજો હું રોકડા અાપી દઇશ. ત્યારપછી ઘણા દિવસો સુઘી પેમેન્ટની રકમ જમા ન થયા અંગે ફરી જાણ કરતા ભાવેશ ગલ્લા તલ્લા કરતો હોવાથી શાઅોમી સ્ટોરના માલીક વેપારી કાનજી ચારીયાએ ફરીયાદ નોંઘાવી હતી.
જેના અાઘારે સર્વેલન્સ સ્ટાફના પીએસઅાઇ મુસાર, બી.એન.મોઢવાડીયા, દેવદાનભાઇ, નટુભાઇ બસીયા, અરજણભાઇ, મયુર મેપાભાઇ, સુનીલ માંડણ સહિતનાએ શોઘખોળ હાથ ઘરી વેરાવળમાંથી જ ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ અાગવીઢબે પુછપરછ હાથ ઘરતા છેતરપીંડીના કોંભાડની ચોંકાવનારી હકકીતો જાણવા મળી હતી. જેમાં ભાવેશએ વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના, કેશોદ, મેંદરડા, જુનાગઢ અને અમદાવાદ સહિતના શહેરોમાં ફરી જુદા-જુદા 30 જેટલા વેપારીઅો પાસેથી સોનાના ઢાળીયા, અાઇફોન, મોબાઇલ, ઇલેકટ્રીક રમકડાનું બાઇક, કોમ્પયુટર સેટ, એ.સી., ટાયરો જેવી રૂ.20 લાખથી વઘુની રકમની મોંઘીદાટ ચીજ વસ્તુઅોની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ વેપારીની સામે ફોન પે અને ગુગલ પે એપ્લીકેશનના માઘ્યમથી શેડયુલ પેમેન્ટ ટ્રાન્સફર કરી જતો રહેતો અને બાદમાં શેડયુલ પેમેન્ટ કેન્સલ કરી છેતરપીંડી અાચરતો હતો.
અાટલા શહેરોમાંથી ખરીદ કરેલ રૂ.8.48 લાખની વસ્તુઅો રીકવર કરાઇ……. (બોકસમાં લેવું….)
જેમાં વેરાવળમાં શાઅોમી સ્ટોરમાંથી ટીવી, વોટર પ્યોરફીયર રૂ.46,486, અાઝાદ સાયકલમાંથી ઇલેકટ્રીક બાઇક રૂ.8 હજાર, પુજારા મોબાઇલમાંથી અાઇફોટ -12 રૂ.89,900, શ્રીનાજથી જવેલસર્સમાંથી સોનાના ઢાળીયા નંગ- ર (અઢી તોલા) રૂ.1,24,000, ભાગ્યોદય કોમ્પયુટરમાંથી કોમ્પેકટનો કોમ્પ્યુટર સેટ રૂ.25 હજાર, ગેલેકસી ટાયરમાંથી ટાયર નંગ-4 રૂ.50 હજાર, કશોદમાં રોયલ ટેલીવીઝનમાંથી એસી રૂ.54,990, કેશોદમાંથી જ ઇન્વેટર અને બે મોટી બેટરી રૂ.41,350, ગણેશ ટોયઝમાંથી રમકડા રૂ.22 હજાર, ઉનામાં ફોનવાલે સ્ટોરમાંથી માઇક્રોવેવ- 43 ઇંચનું ટીવી- વીવો વી-20 પ્રો મોબાઇલ મળી કુલ રૂ.92,980, કોડીનારમાં ભારત મોબાઇલમાંથી એન્ડ્રોઇડ ટીવી- વીવો વી-20 મોબાઇલ મળી કુલ રૂ.83,990, તાલાલામાં અાકાશ ટેલીવીઝનમાંથી સેમસંગ કંપનીનું 43 ઇંચનું ટીવી રૂ.43 હજાર, મેંદરડામાં ગેલેકસી માર્કેટીંગમાંથી અોપો રેનો-3 મોબાઇલ કિ.રૂ.32,999, જુનાગઢમાં પ્રિતમ મોબાઇલમાંથી અાઇફોન 11 પ્રો રૂ.1,06,600, અમદાવાદમાં ઇસ્કોન કેસરીયા વોચમાંથી ટાઇટન કંપનીની બે ઘડીયાળ રૂ.27 હજાર મળી કુલ રૂ.8,48, 295 નો મુદામાલ ભાવેશએ છેતરપીંડીથી ખરીદ કરેલ જે રીકવર કરવામાં અાવેલ છે.
ભેજાબાઝ ગઠીયો ભાવેશ છાત્રોડીયા જુદી-જુદી દુકાનોમાંથી મોબાઈલ, ટીવી, સોનાના દાગીના સહિતની મોંઘીદાટ ચીજવસ્તુઅોની ખરીદી કરી તેનું પેમેન્ટ ગુગલ પે અથવા ફોન પે એપ્લીકેશન થકી ઓનલાઇન શેડયુલ પેમેન્ટ વેપારીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો હતો. ટ્રાન્સફર કર્યાના સ્ક્રીન શોટ વેપારીઅોને બતાવી વસ્તુઅો લઇ છેતરપીંડી અાચરતો હતો.
