સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત જે.બી.પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ માટે તા.૦૧/૦૧/૨૦૨૦ ને શુક્રવારે શરીરની સ્વચ્છતા અને યોગ, પ્રાણાયમ ના મહત્વ અંગે ઓનલાઇન પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વર્ગના કુલ ૧૧૨ વિધાર્થીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળાના શિક્ષકો દ્વારા શરીરની સ્વછતા વિશે માહિતી આપવામાં આવી અને યોગ-પ્રાણાયમ પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવ્યા. જેમાં વિધાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ યોગ, પ્રાણાયમ અને આસનો કર્યા હતાં. શાળાનાં આચાર્યશ્રી નીલાબેન પટેલે હાલના સમયમાં ખૂબ ઉપયોગી એવી પ્રવૃતિમાં માર્ગદર્શન આપનાર શિક્ષકો, સહકાર આપનાર વાલીશ્રીઓ અને ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.


