Andhra Pradesh

આંધ્ર પ્રદેશમાં ્‌ડ્ઢઁ-રૂજીઇ કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, ઘર અને ગાડીઓમાં લગાવી આગ

ગુંટુર
આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં શુક્રવારે તેલુગુ દેશમ પાર્ટી (્‌ડ્ઢઁ) અને રૂજીઇ કોંગ્રેસ પાર્ટી (રૂજીઇઝ્રઁ)ના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મામલો વધતો જાેઈને પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. હાલમાં માચેરલામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન ટીડીપી નેતાઓના ઘરો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અથડામણ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. બે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચેની આ હિંસક અથડામણમાં ઘણા સામાન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ટીડીપીએ અથડામણમાં તેની પાર્ટી ઓફિસ અને તેના નેતાઓના વાહનોને થયેલા નુકસાનની સખત નિંદા કરી છે. ્‌ડ્ઢઁ કાર્યકર્તાઓ અહીંના માચેરલા ગામમાં રૂજીઇઝ્રઁ સરકાર વિરુદ્ધ રેલી કરવા જઈ રહ્યા હતા, જ્યારે બંને પક્ષોના કાર્યકરો એકબીજા સાથે ઘર્ષણ થતાં સામસામે પથ્થરમારો થયો હતો. એમાં બંને તરફના લોકોને ઈજા થઈ હતી. હિંસક અથડામણમાં અનેક મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. હવે બંને પક્ષો એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. ્‌ડ્ઢઁનું કહેવું છે કે રૂજીઇઝ્રઁના કાર્યકર્તાઓએ તેમની ઓફિસ અને નેતાઓના વાહનને આગ લગાડી હતી, જ્યારે શાસક પક્ષનું કહેવું છે કે તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તાઓએ અથડામણમાં તેના કાર્યકરોને ઇજા પહોંચાડી હતી. ્‌ડ્ઢઁના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુંટૂરના ડીઆઈજીને હુમલા અંગે પૂછ્યું છે કે જ્યારે માચેરલામાં સ્થિતિ આટલી ગંભીર બની ગઈ છે ત્યારે પોલીસે કેમ કાર્યવાહી ન કરી? સ્થાનિક ધારાસભ્ય પિન્નેલી રામકૃષ્ણન રેડ્ડીના ભાઈ વેંકટરામી રેડ્ડીએ જણાવ્યું હતું કે રૂજીઇઝ્રઁ કાર્યકર્તાઓએ માત્ર તેમના પક્ષના નેતાઓની જ નહીં, પરંતુ ્‌ડ્ઢઁ સમર્થકોની કારને પણ આગ ચાંપી હતી અને દુકાનો પણ સળગાવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે શાસક પક્ષના કાર્યકર્તાઓ તોફાન પર ઊતરી ગયા હતા ત્યારે સ્થાનિક પોલીસ ચૂપચાપ જાેઈ રહી હતી અને તેમને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. પલનાડુના એસપી વાય. રવિશંકર રેડ્ડીએ જણાવ્યું હતું કે પલનાડુ જિલ્લાના માચેરલા ગામમાં ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા કેટલાક લોકોએ તેમના વિરોધીઓ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. હાલમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *