આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશના પલાનાડુ જિલ્લાના ગુર્જલા રેલ્વે સ્ટેશન પર ચાર અજાણ્યા શખ્સોએ એક યુવતી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. રેલવે કર્મચારીઓ દ્વારા આ મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.આંધ્રપ્રદેશના નવનિયુક્ત ગૃહમંત્રી તનતી વનિતાએ ફરી એકવાર બળાત્કારની ઘટના પર શરમજનક નિવેદન આપ્યું છે. તેમના નિવેદનોએ વિવાદ સર્જ્યો છે. ગૃહમંત્રીએ ૧ મેના રોજ રેપલ્લે રેલ્વે સ્ટેશન પર ૨૫ વર્ષની સગર્ભા મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના વિશે કહ્યું કે, આવી વસ્તુઓ થયા કરે છે. તે અણધાર્યા સંજાેગોમાં થયું. આ પહેલા પણ તેણે વિશાખાપટ્ટનમમાં એક સગીર પર યૌન શોષણના મામલામાં શરમજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે બાળકની સુરક્ષા માટે માતા જવાબદાર છે. ગૃહમંત્રીએ મીડિયા સામે દાવો કર્યો છે કે આરોપીઓનો ગેંગ રેપનો કોઈ ઈરાદો નહોતો, તેઓ નશામાં હતા અને મહિલાના પતિને લૂંટવા ગયા હતા. તેણે મીડિયાને જણાવ્યું કે જ્યારે મહિલા તેના પતિને બચાવવા વચ્ચે આવી તો આરોપીએ તેને ધક્કો માર્યો અને બાદમાં તેને પકડી લીધી. તે પરિસ્થિતિઓમાં કેટલીક વસ્તુઓ અણધારી રીતે થાય છે. અહીં, માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પીડિત મહિલા તેના પતિ સાથે મજૂરીની શોધમાં નાગાયલંકા જઈ રહી હતી. આ માટે સવારે ટ્રેન મળતી હોવાથી રાત રેલવે સ્ટેશન પર જ વિતાવી રહી હતી. મધરાત બાદ ત્રણ આરોપીઓ ત્યાં પહોંચ્યા અને મહિલાને બળજબરીથી પ્લેટફોર્મ પરથી ખેંચી ગયા. જ્યારે પતિએ પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને ખૂબ માર મારવામાં આવ્યો. અહીં પતિ રાત્રે પોલીસને શોધતો રહ્યો.આ ઘટનાની સ્પષ્ટતામાં ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસની કોઈ કમી નથી અને આ ઘટનાને પોલીસ સાથે કોઈ સંબંધ નથી.