Andhra Pradesh

ગોદાવરી નદીમાં નાવડી પલટી જતા ૮ના મોત ઃ ૩૦થી વધુ લાપતા

આંધ્રપ્રદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું, ‘આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીમાં બોટ ડૂબવાથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. જગનમોહન રેડ્ડીએ રાજ્યના પ્રવાસન મંત્રી અને જિલ્લાના તમામ મંત્રીઓને ઘટના સ્થળની મુલાકાત લેવા અને બચાવ કામગીરીની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને આ વિસ્તારમાં તમામ બોટિંગ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને ૧૦-૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. તેલંગાણાના મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને ૫-૫ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી.આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. પૂર્વ ગોદાવરીમાં દેવીપાટન ખાતે બોટ પલટી ગઈ હતી. બોટમાં ૫૦ થી વધુ લોકો સવાર હતા. આ લોકોને પ્રવાસી કહેવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે બચાવ ટુકડીઓ તૈનાત છે. આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે શનિવારે વહેલી સવારે પૂર્વ ગોદાવરી જિલ્લાના દેવીપટ્ટનમમાં ગોદાવરી નદીમાં પેસેન્જર બોટ પલટી જતાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હૈદરાબાદના ઉપ્પલના એક પરિવારના પાંચ લોકો એક જ બોટમાં પ્રવાસી પ્રવાસ માટે નીકળ્યા હતા. તેમાંથી એક જે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો, તેની પત્ની સહિત ચાર લોકો હજુ પણ તેમના પરિવારમાંથી ગુમ છે. જેઓ સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તે કહે છે કે ‘અમે બધાએ લાઈફ જેકેટ પહેર્યા હતા, તે સમયે બોટમાં ડાન્સ સોંગનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, એટલા માટે અમે જેકેટ્‌સ ઉતારી દીધા, અમે જમ્યા પછી ફરીથી પહેરવાના હતા, મેં તે જ જેકેટ પહેર્યું હતું. અચાનક આ અકસ્માત થયો. મારી પત્ની સહિત ચાર લોકો ગુમ છે, અકસ્માત સમયે બોટમાં સ્ટાફ સહિત લગભગ ૮૦ લોકો સવાર હતા. સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે બોટમાં લગભગ ૬૦ લોકો હતા. પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના બેદરકારીના કારણે થઈ છે. આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. લોકો અકસ્માતને લઈને પ્રશાસન પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર દુર્ઘટના સમયે અન્ય કેટલીક બોટ ચાલી રહી હતી. અકસ્માત થતાં જ નજીકની બોટના ખલાસીઓ મદદ માટે આગળ આવ્યા હતા. તેણે પાણીમાં ડૂબી રહેલા લોકોને બચાવ્યા. આ પછી જ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. સરકારે લોકોને શોધવા માટે ર્ંદ્ગય્ઝ્રના હેલિકોપ્ટરની મદદ લેવાનો નિર્દેશ આપ્યો હતો. દ્ગડ્ઢઇહ્લની બે ટીમો વિશાખાપટ્ટનમ અને ગુંટુરથી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે મોકલવામાં આવી છે, દરેક ટીમમાં ૩૦ સભ્યોનો સમાવેશ થાય છે. પાણીના સ્તર ઊંચા હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *