Arunachal Pradesh

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘર્ષણ બાદ રક્ષામંત્રીએ મહત્વની બેઠક બોલાવી

અરુણાચલપ્રદેશ
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને રક્ષામંત્રી રાજનાથ સિંહે એક મહત્વની બેઠક બોલાવી. એવું કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખ ભાગ લીધો. આ બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર હાલની સ્થિતિ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે રાજનાથ સિંહ સંસદમાં આ મામલે નિવેદન આપશે. રાજનાથ સિંહ ૧૨ વાગે લોકસભામાં અને બપોરે ૨ વાગે ઉપલા ગૃહ રાજ્યસભામાં આ મામલે નિવેદન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે એક મહત્વની બેઠક કરવાના છે અને કેબિનેટના મંત્રીઓ સાથે તવાંગમાં થયેલા ઘર્ષણ પર ચર્ચા કરશે. અરુણચાલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ભારપૂર્વક કહ્યું કે અરુણાચલ પ્રદેશ પ્રાચીનકાળથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને પીએમ મોદીએ તેને ખુબસુરત રીતે રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત એકજૂથ થઈ ગયું છે અને શક્તિશાળી બન્યું છે. ભારત એક ખુબ મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે અને એક સોફ્ટ પાવર તરીકે ઊભર્યું છે. કિરેન રિજિજૂએ કહ્યું કે, આપણું કલ્ચર હેરિટેજ છે અને તેને લોકો હંમેશા ભૂલી જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જેટલા કામ થયા છે તેને આગળ લઈ જવા જાેઈએ. એક ભારત-શ્રેષ્ઠ ભારત હેઠળ સમગ્ર ભારતને જાેડવાનું કામ થયું છે. અત્રે જણાવવાનું કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત ૯ ડિસેમ્બરની રાતે ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના ૬થી ૭ સૈનિકો અને ચીની સેનાના ૯થી ૧૦ સૈનિકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે ૯ ડિસેમ્બરે ન્છઝ્ર પર ચીનના ૩૦૦થી વધુ સૈનિકો યાંગત્સે વિસ્તાર તરફ આગળ વધ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેનાની ટુકડીએ જાેયું અને ચીનની ઘૂસણખોરી અટકાવી. હવે કેવા છે હાલાત? તે જાણો… તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ભારતીય સેનાએ નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે હવે વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર હાલાત સામાન્ય છે. સેનાના નિવેદન મુજબ તવાંગમાં ઘર્ષણ બાદ ભારત અને ચીન વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ છે. ત્યારબાદ ચીનના સૈનિકો પાછળ હટી ગયા છે. બોર્ડર પોસ્ટ મીટિંગ બાદ શાંતિ સ્થપાઈ છે પરંતુ આ બધા વચ્ચે ખુલાસો થયો છે કે તવાંગમાં થયેલા ઘર્ષણ અંગે ચીન પહેલેથી પ્લાનિંગ કરી રહ્યું હતું. કહેવાય છે કે ચીન ૧૫ દિવસ પહેલેથી આ અંગે યોજના ઘડી રહ્યું હતું. પરંતુ ભારતે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. તવાંગમાં આ ઘર્ષણ એવા સમયે થયું કે જ્યારે ચીની સૈનિકો ન્છઝ્ર પર યાંગ્ત્સે વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા. જાે કે ચીની સૈનિકો ભારતીય સેનાની નજરમાં આવી ગયા અને તેમણે ભારત તરફથી જબરદસ્ત જવાબ મળ્યો.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *