Arunachal Pradesh

અરુણાચલ પ્રદેશમાં સેનાના જવાનો હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા

અરુણાચલપ્રદેશ
અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનનો ભોગ બનેલા સેનાના જૂથને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ છે. બચાવ કામગીરીમાં મદદ માટે વિશેષ ટીમોને એરલિફ્ટ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે તવાંગ અને બોમડિલા જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં દર વર્ષે હિમવર્ષા થાય છે. આ વખતે ડારિયા હિલમાં ૩૪ વર્ષ પછી હિમવર્ષા થઈ છે કારણ કે છેલ્લી વખત અહીં ૧૯૮૮માં હિમવર્ષા થઈ હતી. રવિવારે આવેલા તોફાન બાદ આ જવાનો લાપતા થયા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉત્તરાખંડમાં ત્રિશુલ પર્વત પર હિમપ્રપાતમાં નૌકાદળના પાંચ જવાન ફસાયા હતા, જ્યાં તેઓ એક અભિયાન માટે ગયા હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૦ માં, સરકારે સંસદને જણાવ્યું હતું કે ૨૦૧૯ માં, સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનથી ૬ સૈન્ય કર્મચારીઓ શહીદ થયા હતા, જ્યારે બીજી આ રીતની ઘટનાઓમાં ૧૧ અન્ય લોકો માર્યા ગયા હતા.અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં ભારતીય સેનાનું એક ગ્રુપ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. જેમાં ૭ સૈનિકો ફસાયા હોવાના સમાચાર છે. આ ઘટના રવિવારે બની હતી. એક નિવેદનમાં, સેનાએ કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં ભારે હિમવર્ષા સાથે ખરાબ હવામાનની ચેતવણી આપવામાં આવી છે. સૈનિકોને બચાવવા માટે સેનાએ બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *