આસામ
અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. અસમ રાજ્ય એએસડીએમએના પૂર રિપોર્ટ અનુસાર પૂરના પહેલાં તબક્કામાં ૧૪ મે સુધી છ જિલ્લા-કછાર, ઘેમાજી, હોજઇ, કાર્બી આંગલોંગ પશ્વિમ, નાગાંવ અને કામરૂપ (મેટ્રો)ના ૯૪ ગામમાં કુલ ૨૪,૬૮૧ લોકો પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત જિલ્લામાં ૧૭૩૨.૭૨ હેક્ટર પાક ભૂમિ પણ જળમગ્ન થઇ ગઇ છે. કછાર જિલ્લામાં ૨૧,૦૦૦થી વધુ લોકૂ પ્રભાવિત થયા છે. સેના, અર્ધસૈનિક બળ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓએ શનિવારે કછાર જિલ્લ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોથી ૨,૧૫૦ લોકોને બચાવ્યા હતા. હોજઇ, લખીમપુર, નાગાંવ જિલ્લામાં ઘણા રસ્તાઓ, પુલ અને સિંચાઇ નહેરો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. અસમના છ જિલ્લાના લગભગ ૨૫,૦૦૦ લોકો આ વર્ષે રાજ્યમાં આવેલા પૂરની પ્રથમ લહેરથી પ્રભાવિત થયા છે. શનિવારે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.