આસામ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાયકાઓ પછી નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાના કેન્દ્ર સરકારના ર્નિણયને આવકાર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ર્નિણય પર ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, “હું ૯ જિલ્લાઓ અને ૧ સબ-ડિવિઝન સિવાય આસામના તમામ વિસ્તારોમાંથી છહ્લજીઁછ પાછી ખેંચી લેવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ર્નિણયનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.” આ સાહસિક ર્નિણય માટે હું ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર વ્યક્ત કરું છું. હવે રાજ્યનો લગભગ ૬૦% વિસ્તાર છહ્લજીઁછના દાયરામાંથી મુક્ત થઈ જશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, છહ્લજીઁછ ૧૯૯૦થી અમલમાં છે અને આ પગલું આસામના ભવિષ્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરે છે. આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારાનો પુરાવો છે. શાંતિની શરૂઆત સાથે, ઉત્તર પૂર્વ હવે વિકાસના નવા માર્ગ પર છે. હું આસામના લોકોને પણ અભિનંદન આપું છું, જેમણે શાંતિમાં વિશ્વાસ રાખ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે આ ક્ષેત્ર ભારતના વિકાસનું નવું એન્જિન બનવા માટે તૈયાર છે. છહ્લજીઁછને ૨૦૧૫માં ત્રિપુરામાંથી અને ૨૦૧૮માં મેઘાલયમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું હતું. તે જ સમયે, આસામમાં ૧૯૯૦ થી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન અમલમાં છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને કારણે હવે આસામના ૨૩ જિલ્લાઓને ૧ એપ્રિલથી છહ્લજીઁછની અસરમાંથી સંપૂર્ણપણે અને ૧ જિલ્લાને આંશિક રીતે દૂર કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં ડિસ્ટર્બ્ડ એરિયા ડિક્લેરેશન (ઇમ્ફાલ નગરપાલિકા વિસ્તાર સિવાય) ૨૦૦૪થી અમલમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ લેતા ૧ એપ્રિલથી ૬ જિલ્લાના ૧૫ પોલીસ સ્ટેશન વિસ્તારોને અવ્યવસ્થિત વિસ્તારની સૂચનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ૨૦૧૫માં અરુણાચલ પ્રદેશમાં ૩ જિલ્લાઓ, અરુણાચલ પ્રદેશથી આસામ સુધી ૨૦ કિ.મી. છહ્લજીઁછની પટ્ટીમાં ૧૬ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને ૯ અન્ય જિલ્લાઓમાં લાગુ હતું, જે ધીમે ધીમે ઘટતું જાય છે, હાલમાં તે માત્ર ૩ જિલ્લાઓમાં અને ૧ અન્ય જિલ્લામાં ૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ છે.