Bihar

તેજસ્વી યાદવે પીએમ મોદીની સલાહ માની લીધી

બિહાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ તેજસ્વી યાદવને વજન ઘટાડવાની સલાહ આપી હતી. બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહના સમાપન પર પટનામાં પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવના પુત્રને આ સલાહ આપી હતી. પીએમ મોદીએ તેજસ્વી યાદવને જાેઈને કહ્યુ કે થોડુ વજન ઓછુ કરો. હવે લાગે છે કે તેજસ્વીએ પણ પીએમ મોદીની આ સલાહ માની લીધી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ જીપને ધક્કો મારી રહ્યાં છે. આ વીડિયોને આરજેડીએ ટ્‌વીટ કર્યો છે. પાર્ટીએ લખ્યું- ‘ઉસે ગુમાં હૈ કિ હમારી ઉડાન કુછ કમ હૈ, હમેં યકીં હૈ કિ યે આસમાન કુછ કમ હૈ.’ આ પહેલા તેજસ્વી યાદવે ક્રિકેટ રમતો વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું- જિંદગી હોય કે રમતનું મેદાન, હંમેશા જીતવા માટે રમવુ જાેઈએ. જેટલી વધુ તમે મગજમાં યોજના બનાવો છો, એટલું સારૂ તમે મેદાનમાં પ્રદર્શન કરો છો. ઘણા લાંબા સમય બાદ બેટ-બોલ હાથમાં લીધા. આ ત્યારે વધુ સંતોષજનક થઈ જાય છે જ્યારે ડ્રાઈવર, રસોઈયા, સ્વીપર, માલી, ગૌરક્ષક અને દેખભાળ કરનાર બધા મહત્વપૂર્ણ સહયોગી મેદાનમાં તમારા સાથી ખેલાડી હોય તથા તમને હિટ અને બોલ આઉટ કરવા માટે ઉત્સુક હોય. બિહાર વિધાનસભાના શતાબ્દી સમારોહના અંતિમ દિવસે પટના પહોંચેલા પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની સમાપ્તિ પર તેજસ્વી યાદવ તરફ જાેઈ પીએમ મોદીએ પહેલા પિતા લાલૂ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પછી કહ્યુ કે, તમારૂ વજન થોડુ ઓછુ કરો. પીએમ મોદીની તેજસ્વી યાદવને આપવામાં આવેલી સલાહ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *