બિહાર
બિહારમાં ઝેરી દારૂથી થયેલા મોત પર હાહાકાર મચેલો છે. છપરામાં ઝેરી દારૂ પીવાથી ૫૮થી વધુ લોકોના મોત થયા છે. વિપક્ષી પાર્ટી ભાજપ નીતિશકુમાર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. પરંતુ મુખ્યમંત્રી નીતિશકુમાર પણ વિપક્ષ પર પલટવાર કરવાથી પાછળ હટ્યા નથી. બિહાર વિધાનસભામાં સીએમ નીતિશકુમારે સ્પષ્ટપણે કહ્યું કે દારૂથી જાે મોત થાય છે તો તેના માટે કોઈ વળતર આપવામાં નહીં આવે. દારૂબંધીથી સ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમણે કહ્યું કે અમે બધાના હિતમાં કામ કરી રહ્યા છીએ. અમે એ વાતનો પ્રચાર કરી રહ્યા છીએ કે પીશો તો મરશો. ગુજરાતમાં આટલા લોકોના મૃત્યુ થયા, એક દિવસ વાત થઈ બસ. ત્યારબાદ કોઈએ ચર્ચા કરી નહીં. બિહાર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ ભાજપના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો. તેઓ વેલમાં આવી ગયા અને મુખ્યમંત્રી નીતિશકુમારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશકુમારે કહયું કે દારૂથી થઈ રહેલા મોત અંગે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે આ બધુ ક્યારે અટકશે. તો અમે કહીશું કે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે દારૂનું સેવન કરવાથી મોત થશે. સરકાર સમગ્ર મામલે ગંભીર છે અને ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશકુમારે ઝ્રઁૈં ધારાસભ્ય સતેન્દ્રકુમારની માંગણી પર આકરી આપત્તિ જતાવી. સતેન્દ્ર કુમારે મૃતકના પરિજનોને વળતર આપવાની માંગણી કરી હતી. નીતિશકુમારે કહ્યું કે જે લોકો દેશમાં રાજ કરી રહ્યા છે તેમના રાજ્યમાં શું હાલ છે. ત્યાં પણ તો દારૂબંધી છે. આજે અમે અલગ થઈ ગયા તો હંગામો કરી રહ્યા છે. જે પીને મરશે તેમને એક પૈસો અમે વળતર તરીકે આપીશું નહીં. છપરામાં ઝેરી દારૂ પીને થયેલા મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. એક વકીલે ઝ્રત્નૈં ની બેન્ચ સામે જલદી સુનાવણીની માંગણી કરી છે. પરંતુ ઝ્રત્નૈં એ જલદી સુનાવણીથી ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે આ મામલો આટલો જ મહત્વનો હતો તો તમારે મેન્શનિંગ લિસ્ટમાં સામેલ કરવો જાેઈતો હતો. હવે શિયાળુ રજાઓ બાદ જાન્યુઆરીમાં જ સુનાવણી શક્ય થશે. અરજીમાં તપાસ માટે જીૈં્ રચના અને પીડિતોને યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી છે.


