Bihar

નીતિશની આસપાસ રહેતા લોકો જ દારૂ પીવે છે ઃ પ્રશાંત કિશોર

પટણા
બિહારના છાપરામાં ઝેરી દારૂ પીવાથી થયેલા ૪૦ મોત બાદ જ રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન એક જમાનામાં નીતિશ કુમારના સહયોગી રહેલા પ્રશાંત કિશોરે તેમના પર જાેરદાર પ્રહાર કર્યો છે. જનસૂરાજ યાત્રાના ૭૪માં દિવસે પ્રશાંત કિશોર ઢાકા પ્રખંડના કરમાવા ગામમાં છે. અહીં તેમણે છપરામાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતો પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે, નીતિશ કુમારની આસપાસ રહેનારા લોકો પોતે જ દારૂ પી છે અને પછી નીતિશ કુમાર સામે લાંબી લાંબી વાતો કરે છે. તેમણે કહ્યું કે, જે પણ નીતિશ કુમારને જાણે છે, તે બધા આ વાતથી પરિચિત છે કે તેમની આસપાસ જે અધિકારીઓ રહે છે, તેઓ દારૂ પી છે. મોટી હાસ્યાસ્પદ વાત કોઇ રાજ્યના મુખ્યમંત્રી કોઇ જિલ્લાના ડીએમ,એસપીને બોલાવીને કહે છે કે તમે સોગંધ ખાઓ કે તમે દારૂનો વેપાર કરનારા લોકોને પકડીને કાર્યવાહી કરશો. તેમણે કહ્યું કે, આગામી ૪૮ કલાકની અંદર નીતિશ સરકાર દારૂબંદી કાયદો પાછો લે. નીતિશ સરકારની દારૂબંદી યોજના પૂરી રીતે નિષ્ફળ સાબિત થઇ રહી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, પહેલા દારૂની દુકાનોને ગામે ગામ ખોલીને લોકોને દારૂ પીવા મજબૂર કરી દીધા અને આજે દંડાઓના સહારે લોકોને દારૂ છોડવા કહી રહ્યા છો. આ રાજતંત્ર થઇ ગયું છે. તેમણે ભારતીય જનતા પાર્ટી,નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યો અને બધાને દારૂબંદીની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવ્યા. પ્રશાંત કિશોરે કહ્યું કે, દારૂબંદી પર સોથી પહેલા મુખ્ય અવાજ અમે જ ઉઠાવ્યો છે. ભાજપના લોકો જે વિધાનસભામાં હોબાળો કરી રહ્યા છે, એ જ લોકોએ જનતા દળ યુનાઇટેડ સાથે મળીને ૫ વર્ષ સાથે રહીને દારૂબંદીનું સમર્થન કર્યું. ભાજપને ઘેરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, હવે કોઇ ભાજપને સવાલ કરી રહ્યું નથી કે, જ્યારે તમે સરકારમાં હતા, પોતાની દારૂબંદી હટાવવા માટે શું કામ કર્યું. તેની સાથે જ પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારમાં જેટલી પણ પાર્ટી છે, તેમણે દારૂબંદીને લઇને સ્પષ્ટ કરવું જાેઇએ. તેજસ્વી યાદવને આડે હાથ લેતા પ્રશાંત કિશોરે કહ્યું કે, જ્યારે આરજેડી અને તેજસ્વી યાદવ વિપક્ષમાં હતા ત્યારે દારૂબંદી પર નીતિશ સરકારને ઘેરી રહ્યા હતા. હવે તેઓ પોતે સરકાર ચલાવી રહ્યા છે તો તેમને દારૂબંદી યોગ્ય લાગી રહી છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *