Bihar

નીતિશ કુમાર ફરી દગો કરવાની તૈયારીમાં છે કે શું?!..મહાગઠબંધનને આપશે ઝટકો!

પટના
બિહારના રાજકારણમાં ફરી એક વાર હોબાળો થવાનો છે. તેના સંકેત અત્યારથી જ મળવા લાગ્યા છે. આ દાવો અમે નહીં પણ નેતાઓના નિવેદનોથી લાગી રહ્યું છે કે કંઈક ખિચડી રંઘાઈ રહી છે. કહેવાય છે તો એવું કે જેડીયૂ સંસંદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા એનડીએ નેતાઓના સંપર્કમાં છે. આ દાવો આરએલજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રવણ કુમાર અગ્રવાલે કર્યો છે. શ્રવણ કુમારે કહ્યું કે, બહું જલ્દી નીતિશ કુમાર ઉપેન્દ્ર કુશવાહ સાથે દગો પાર્ટ ૩ને અંજામ આપશે. નીતિશ કુમાર તેમની સાથે બે વખત દગો આપી ચુક્યા છે. બીજી બાજૂ ભાજપ દાવો કરે છે કે જેડીયૂના કેટલાય નેતા અને મંત્રી તેમના સંપર્કમાં છે. બહુ જલ્દી મહાગઠબંધનને ઝટકો લાગવાનો છે. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રવણ કુમાર અગ્રવાલે કહ્યું કે, નીતિશ કુમારના કારણે ઉપેન્દ્ર કુશવાહાને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમણે કહ્યું કે, નીતિશ કુમારે ઉપેન્દ્ર કુશવાહને લાલચ આપીને ફસાવીને તેમની પાર્ટીને ખતમ કરી નાખી. નીતિશ કુમારે લવ કુશનો નારો આપીને ૧૭ વર્ષ સુધી સત્તામાં રહ્યા, પણ કુશવાહા સમાજ અને અતિ પછાત વર્ગની ઉપેક્ષા કરતા રહ્યા. આ બાજૂ ભાજપ નીતિશ કુમાર સાથે સાથે મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે ટિ્‌વટ કરીને દાવો કર્યો છે કે જેડીયૂના કેટલાય લોકો ભાજપના સંપર્કમાં છે. નિખિલ આનંદના જણાવ્યા અનુસાર, તેમાં મત્રીઓના નામ સામેલ છે. નિખિલ આનંદે ટિ્‌વટ કર્યું છે કે, જેડીયૂના કેટલાય લોકો ભાજપના સંપર્કમાં છે, જે હાલમાં મંત્રી છે. એનડીએ સરકારમાં જેડીયૂ કોટાના કેટલાય મંત્રી મહાગઠબંધની નવી સરકારમાં ફરીથી મંત્રી નહીં બનાવતા નારાજ છે. આવી જ રીતે બે લોકો ભાજપ સાથે સીધો સંપર્ક કરીને આગળની રણનીતિ અંતર્ગત ભાજપમાં જાેડાવાનો સંકલ્પ કરશે.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *