Bihar

બિહારના પટણામાં એન્જિનિયરના ત્યાં દરોડામાં પૈસાના ઢગલા મળ્યો

બિહાર
પટણામાં ગ્રામીણ કાર્ય વિભાગના એન્જિનિયર સંજય કુમાર રાયના ત્યાં નિગરાણી વિભાગની ટીમે રેડ મારી. ગ્રામીણ કાર્ય વિભાગના લાંચીયા એન્જિનિયરના ઘરેથી ૩ કરોડથી વધુની રોકડ મળી આવી. ભ્રષ્ટ એન્જિનિયરના પટણા અને અન્ય ઠેકાણા પર દરોડાના કાર્યવાહી ચાલુ છે. કેશ ઉપરાંત ઘરેણા અને જમીનના ડોક્યુમેન્ટ્‌સ પણ મળી આવ્યા છે. પટણા ઉપરાંત એન્જિનિયર સંજયકુમાર રાયના કિશનગંજ ખાતેના ઘરે પણ દરોડા પડ્યા છે. અધિકારી કિશનગંજ ઇઈર્ં૨ કાર્યાલયમાં તૈનાત છે. કિશનગંજના લાઈન મોહલ્લામાં અધિકારીનું ઘર છે. આ દરોડા નિગરાણી વિભાગ ડીએસપી અરુણ કુમાર પાસવાનના નેતૃત્વમાં પડ્યા છે. એવું કહેવાય છે કે દરોડામાં પૈસાનો આંકડો હજુ વધી શકે છે. બિહારમાં ૪ જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલુ છે. જેમાંથી કિશનગંજના ૩ અને પટણાનું એક ઠેકાણું સામેલ છે. કિશનગંજમાં ત્રણ સ્થળો પર દરોડા પડ્યા જ્યાં એક જગ્યાએ એન્જિનિયરના ખાનગી સચિવના ઘરેથી ૨.૫૦ કરોડ મળી આવ્યા. આ આંકડો હજુ વધી શકે છે. બીજાે દરોડો વિભાગના લેખાલિપિક ખુરર્રમ સુલ્તાનના ઘરે પડ્યો જ્યાંથી ૧૧ લાખ મળી આવ્યા. ત્રીજાે દરોડો સંજયકુમારના ત્યાં પડ્યો અને અહીં હજુ કાર્યવાહી ચાલુ છે. પટણામાં સરકારી એન્જિનિયર સંજય કુમાર રાયના ઘરે દરોડાની કાર્યવાહીમાં ૩.૬ કરોડ રૂપિયાથી વધુ કેશ મળી છે. અહીંથી દાગીના અને દસ્તાવેજાે પણ મળી આવ્યા છે. એન્જિનિયરનું પોસ્ટિંગ કિશનગંજમાં છે. નિગરાણી વિભાગે દરોડા પાડ્યા જેમાં આ કાળી કમાણી અને ગેરકાયદેસર રીતે ઊભી કરેલી સંપત્તિનો ખુલાસો થયો. નિગરાણી વિભાગના ડીએસપી અરુણકુમાર પાસવાનના નેતૃત્વમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. પટણા અને અન્ય ઠેકાણા ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *