બિહાર
બિહારના પૂર્ણિયામાં મોટો અકસ્માત સર્જાયો છેલ અહીં એક ગાડી તળાવમાં ખાબકતાં ૮ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં સર્જાયો હતો. પોલીસના અનુસાર પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં ગઇકાલે રાત્રે એક ગાડી તળાવમાં ખાબકતાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમા સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ લોકો તારાબાડીથી આવી રહ્યા હતા અને કિશનગંજ જઇ રહ્યા છે. અકસ્માતમાં લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. તમામ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો પુત્રીના લગ્નની તિલકવિધિ પતાવીને આવી રહ્યા હતા. પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામ પાસે અકસ્માત તે સમયે સર્જાયો હતો જ્યારે કેટલાક લોકો પોતાની ગાડી લઇને પુત્રીના તિલકવિધિ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ૮ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ૨ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. પૂર્ણિયા જિલ્લાના કાંજિયા ગામમાં અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ અંગે સૂચના આપી હતી. ત્યારબાદ એમ્બુલન્સ પહોંચી અને તમામ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો કિશનગંજ જિલ્લાના રહેવાસી હતા.