બિહાર
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરી લથડી છે. ઘાસાચારા કૌભાંડમાં દોષિત થયેલા લાલુ પ્રસાદની તબિયત બગડી છે. મંગળવારે અચાનકથી લાલુ પ્રસાદની તબિયત ઘણી વધારે ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેમને રાંચીના રિમ્સથી કોઈ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વાત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેમનું ક્રેટીન લેવલ હાઈ થઈ ગયુ છે. લાલુ પ્રસાદની લથડતી તબિયતને જાેતા તેમને દિલ્હી સ્થિત છૈંૈંસ્જી રેફર કરવાને લઈ અરજી કરવામાં આવી છે. લાલુ પ્રસાદના પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી પર મેડિકલ બોર્ડની એક બેઠક થવાની છે, જેમાં લાલુ પ્રસાદને છૈંૈંસ્જી મોકલવા પર અંતિમ ર્નિણય લેવામાં આવશે. લાલુ પ્રસાદ કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. આ સિવાય બ્લડપ્રેશર સહિત અન્ય કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે.જેની સારવાર રિમ્સમાં ચાલી રહી હતી.પરંતુ મંગળવારે તેમને થોડી વધુ તકલીફ થતા હવે લાલુ યાદવને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ અનેક ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડની રોગ, કિડની સ્ટોન, તણાવ, થેલેસેમિયા, પ્રોસ્ટેટનું વિસ્તરણ, યુરિક એસિડમાં વધારો, મગજ સંબંધિત રોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખની સમસ્યા છે. આ જ કારણ છે કે કોર્ટે તેને ડોક્ટરોની દેખરેખમાં રિમ્સમાં રહેવાની રાહત આપી છે. લાલુ પ્રસાદને ઘાસચારા કૌભાંડના સૌથી પ્રખ્યાત ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં ૧૩૯.૩૫ કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવા બદલ પાંચ વર્ષની જેલ અને ૬૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે બાદ તેણે આ ર્નિણયને કોર્ટમાં પડકાર્યો છે.


