Bihar

બિહારના મોતિહારી જિલ્લામાં ઈંટના ભઠ્ઠાની ચિમનીમાં વિસ્ફોટ, ૮ના મોત, ૧૬થી વધુ ઘાયલ

મોતિહારી
બિહારના મોતિહારી જિલ્લામાં ઈંટના ભઠ્ઠાની ચિમનીમાં થયેલા વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થઈ ચુક્યા છે અને ૧૬થી વધારે લોકો ઘાયલ થયા છે. રામગઢવાના નારીરગિર ગામના સરેહમાં કાલે આ દુર્ઘટના થઈ હતી. ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે કાટમાળ હટાવાના કામમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ ૯ લોકો મોતિહારી, રામગઢવા અને રક્સૌલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હવાલેથી તેમના કાર્યાલયે આજે સવારે એક ટિ્‌વટ કર્યું છે, મોતિહારીમાં એક ઈંટ ભઠ્ઠામાં થયેલી દુર્ઘટનામાં લોકોના મોતથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરુ છું. દરેક મૃતકના પરિવારેન ૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે. કહેવાય છે કે, આ સીઝનમાં પહેલી વાર ઈંટનો ભઠ્ઠો શરુ થયો હતો. ચિમનીમાંથી નીકળી રહેલો ધુમાડો જાેઈને ત્યાં કામ કરી રહેલા મજૂરો ખુશી મનાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક બ્લાસ્ટ થયો અને ચિમનીની ઉપરનો ભાગ નીચે પડ્યો. કાટમાળની ચપેટમાંથી આવવાથી લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ચિમની માલિકનું પણ મોત થઈ ગયું છે. શુક્રવારે મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ૧૬ ઘાયલોને કાટમાળમાંથી કાઢી અલગ અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવ્યા છે. તો વળી ૮ લાથ જપ્ત થઈ છે. ઈંટ ભટ્ટાના માલિકી હાજરીમાં શુક્રવારે ચિમનીમાં આગ લગાવામાં આવી હતી. તેને લઈને ત્યાં પાર્ટી રાખી હતી. તેમાં સામેલ થવા માટે ઘણા લોકો આવ્યા હતા. અચાનક સાંજના સમયે ૪.૩૦ કલાકે ત્યાં જાેરદાર વિસ્ફોટ થયો અને ચિંમનીનો ઉપરનો ભાગ તૂટીને લોકો પર પડ્યો. પ્રાથમિક તારણ એવું છે કે, ચિંમનીના બેસમાં વધારે લાકડા સળગાવવાના કારણે વધારે ધુમાડો થયો અને તેનું પ્રેશર વધતા બ્લાસ્ટ થયો હતો.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *