Bihar

બિહારની નદીમાંથી બુટલેગરોએ દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો

પટણા
બિહારના છપરા જિલ્લાના દિયરા વિસ્તારમાં ડ્રોન દ્વારા દારૂના દાણચોરો પર નજર રાખવામાં આવી ત્યારે શંકાના આધારે નદીમાં મરજીવા મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી નદીમાંથી જે દ્રશ્ય જાેવા મળ્યું તે જાેઈને તમામ લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. નદીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જ્યારે ડ્રોન દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સમાં વિભાગને શંકાસ્પદ લાગ્યું તો અધિકારીઓએ નદીમાં સર્ચ કરવા માટે આદેશ આપ્યા. ત્યારબાદ નદીમાં શોધખોળ કરવામાં આવી તો જાણવા મળ્યું કે બૂટલેગરોએ નદીમાં દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. પછી વિભાગે નદીમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપ્યો હતો. આબકારી વિભાગ દ્વારા બોટ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ વિભાગને હજુ પણ દારૂના દાણચોરોને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિભાગીય અધિકારીઓનું કહેવું છે કે બૂટલેગરોએ નદી અને તળાવને પોતાનું ઠેકાણું બનાવી લીધું છે. તસ્કરોએ ગંગા નદીમાં વાદળી બોરીઓમાં દારૂ છુપાવીને રાખ્યો હતો. આબકારી વિભાગે શંકાના આધારે દરોડા પાડ્યા હતા. પછી નદીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. નદીમાં મહુવા સાથે બોરીમાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. આબકારી વિભાગે પચાસથી વધુ બોરીઓમાં ભરેલો અર્ધ ફિનિશ્ડ દારૂ ઝડપ્યો છે. આ ઘટનામાં એક્સાઇઝ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ કુમારે જણાવ્યું કે, ડ્રોન દ્વારા દેખરેખ દરમિયાન નદીમાં છુપાયેલો દારૂ જાેવા મળ્યો હતો. પછી આબકારી વિભાગની ટીમે નદીમાં શોધખોળ કરી હતી. નદીમાં સર્ચ દરમિયાન પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જાેકે, આ દરમિયાન દારૂની હેરાફેરી કરનારા નાસી છૂટ્યા હતા. એક્સાઈઝ વિભાગ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવે છે જેણા પર વિશ્વાસ થતો હતો. પરંતુ હકીકતમાં તે ઘટના સાચી હોય છે. બિહારમાં બૂટલેગરો સંપૂર્ણ દારૂબંધીની મજાક ઉડાવી રહ્યા છે. બિહારનું આખું તંત્ર મુખ્યમંત્રીની સૂચના પર દારૂની હેરાફેરી રોકવામાં લાગેલું છે, પરંતુ દારૂલેગરો એવા હથકડા અપનાવી રહ્યા છે કે તમને જાણીને નવાઈ લાગશે.

120-bottles-of-liquor-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *