Bihar

બિહારમાં અજીબો ગરીબ લગ્ન જાેવા મળ્યા જેમાં ખુદ પોલીસની હાજરી રહી

બિહાર
જમુઈના ઔરૈયા ગામના નિરંજન દાસ અને ગિરિડીહના ભેલવાઘાટીની મમતા કુમારી છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. યુવકના પરિવારજનોને આ સંબંધ પસંદ નહોતો. જ્યારે યુવકના પક્ષને આ વાતની જાણ થઈ તો તેણે તેનો વિરોધ કર્યો. પ્રેમી બીજે લગ્ન કરી રહ્યો હોવાની યુવતીને ખબર પડતાં તે યુવકના ઘરે પહોંચી હતી. સુરતમાં કારખાનામાં કામ કરતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. લગ્ન પછી, યુવક અને યુવતીની સહી કરી લેખિત અરજી પણ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે, જેમાં નિરંજન દાસે જણાવ્યું હતું કે તેણે ગિરિડીહના ભેલવાઘાટીની મમતા કુમારી સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. ગર્લફ્રેન્ડ મમતા કુમારીએ પણ પોતાની મરજીથી નિરંજન દાસ સાથે લગ્ન કરવા વિશે લખ્યું છે. લગ્ન બાદ હવે યુવક અને તેની માતાએ પોલીસ અને ગ્રામજનોને ધમકી આપીને બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવ્યો છે. નિરંજન કહે છે કે, સુરતમાં રહેતી વખતે મમતા તેની નજીક આવી ત્યારે તેના એક્સ બોયફ્રેન્ડ સાથે અણબનાવ થયો હતો. નિરંજને મમતા પર તેને ફસાવવાનો પણ આરોપ લગાવ્યો છે. યુવકની માતા ચમેલી દેવીએ પોલીસ અને ગ્રામજનો પર બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ મમતા કુમારીએ પોતાની સંમતિથી લગ્ન કરવાની વાત કરી છે. આ મામલામાં પોલીસ અધિકારી ડીએસપી (હેડક્વાર્ટર) અભિષેક સિંહે કહ્યું કે, સામે આવેલા વીડિયોમાં લગ્ન સમયે કોઈ બળ દેખાતું નથી. હવે જાે યુવક અને તેનો પરિવાર આવો આરોપ લગાવશે તો તેની તપાસ કરવામાં આવશે અને જે પણ દોષિત હશે તેને સજા કરવામાં આવશે.બિહારના જમુઈમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાં એક યુવકના લગ્ન નક્કી થયા હતા. યુવકની ગર્લફ્રેન્ડને આ સમાચાર મળતા જ તે તરત જ ઝારખંડથી જમુઈ પહોંચી ગઈ હતી. પ્રેમીના ઘરે પહોંચતા જ તેણે લગ્નની જીદ પકડી હતી. જેના કારણે વિચિત્ર સ્થિતિ સર્જાઈ ગઈ હતી. એવામાં ગ્રામજનોએ દરમિયાનગીરી કરીને પ્રેમી-પ્રેમિકાના લગ્ન કરાવી દીધા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રેમી યુગલ વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ છે. લગ્ન બાદ યુવક અને તેનો પરિવાર તેના પર બળજબરીથી લગ્ન કરાવવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. જિલ્લાના સોનો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં ગ્રામવાસીઓએ પ્રેમિકાના લગ્ન કરાવ્યા હતા. પ્રેમી યુગલ સંબંધમાં એકબીજાના ભાઈ અને બહેન થાય છે. આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. ઝારખંડના ગિરિડીહના ભેલવાઘાટીની પ્રેમિકા લગ્નની જીદ સાથે પ્રેમીના ઘરે જમુઈ જિલ્લાના સોનો પોલીસ સ્ટેશનના ઔરૈયા ગામ પહોંચી ત્યારે આ મામલો ત્યારે સામે આવ્યો હતો. અગાઉ ગર્લફ્રેન્ડે પોલીસ પાસે જઈને પણ મદદ માંગી હતી કે, તેનો બોયફ્રેન્ડ જે અનેક વખત શારીરિક સંબંધ બાંધી ચૂક્યો છે તે હવે તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. કહેવાય છે કે પ્રેમી યુગલ સંબંધોમાં એકબીજાના ભાઈ-બહેન થાય છે. આ અંગેની જાણ થતા જ બધા ચોંકી ગયા. આ પછી પોલીસ અને ગ્રામજનોએ નક્કી કર્યું કે યુવતીને ન્યાય અપાવવા માટે તેના લગ્ન યુવક સાથે કરી દેવા જાેઈએ. બંનેના લગ્ન યુવકના જ ઘરે પોલીસની હાજરીમાં થયા હતા.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *