Bihar

બિહારમાં એકસાથે ૬ બહેનપણીઓએ ઝેર પીતા ચકચાર

ઓરંગાબાદ
બિહારના ઔરંગાબાદથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકા અને તેની સાથે સાથે બહેનપણીઓએ પણ ઝેર ખાઈ લીધુ. જેમાંથી ૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૩ની હાલત ગંભીર છે. આ ઘટના કાસમા પોલીસ મથક હદના ચિરૈલા ગામની છે. એક સાથે છ યુવતીઓએ ઝેર ખાઈ લેવાની ઘટનાથી સમગ્ર વિસ્તાર આઘાતમાં સરી પડ્યો છે. આ ઘટનાનું કારણ પૂરેપૂરી રીતે તો સામે નથી આવ્યું પરંતુ એવું કહેવાય છે કે પ્રેમ પ્રસંગના પગલે યુવતીઓએ આ ભયાનક પગલું ભર્યું. આ ઘટનાની સૂચના મળતા જ રફીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહો કબજે કરીને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોલીસે જણાવ્યું કે ૬ યુવતીઓએ ઝેર ખાધુ હતું જેમાંથી ૩ ના મોત થઈ ગયા છે. જ્યારે બાકીની ત્રણ યુવતીઓને મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડાઈ છે જ્યાં હાલ સારવાર હેઠળ છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ આ ત્રણેય યુવતીઓની હાલત હાલ ચિંતાજનક છે. બીજી બાજુ ગામમાં ચર્ચા છે કે અંતિમ પગલું ભરનારી યુવતીઓમાંથી એક યુવતી તેના ભાઈના સાળાને પ્રેમ કરતી હતી. તેણે તેની બહેનપણીઓ સાથે યુવક સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તે યુવકે તે ફગાવી દીધો. પ્રેમીએ ના પાડતા યુવતી નાસીપાસ થઈ ગઈ અને તેણે ઝેર ખાઈ લીધુ. આ જાેઈને તેની અન્ય બહેનપણીઓ પણ રહી શકી નહીં અને તેમણે વારાફરતી ઝેરીલો પદાર્થ ખાઈ લીધો. જેવી આ ઘટનાની જાણકારી લોકોને થઈ કે તરત આ યુવતીઓને હોસ્પિટલ લઈ જવાઈ પણ ૩ યુવતીના મોત થઈ ગયા હતા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે ઔરંગાબાદ સિટી હોસ્પિટલ મોકલી દેવાયા છે.

Ate-poison-Six-Girls-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *