Bihar

બિહારમાં બરેલીમાં મિત્રએ મિત્ર પર કર્યુ વારંવાર દુષ્કર્મથી કંટાળીને પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાંખ્યો!..

બરેલી
યૂપીમાં બરેલી જનપદ શહેરના કોતવાલી ક્ષેત્રની હોટલમાં પરસ્પર વિવાદ પછી એક યુવકે પોતાના જ મિત્રનો પ્રાઈવેટ પાર્ટ કાપી દીધો હતો. ગંભીર હાલતમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, યુવકનો એક અશ્લિલ વીડિયો ઈજાગ્રસ્ત યુવક પાસે હતો. તે વીડિયો દ્વારા ઈજાગ્રસ્ત યુવક આરોપીને બ્લેકમેઇલ કરતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. આરોપી ઘણા સમયથી પરેશાન હતો. આખરે હરકતોથી હેરાન થઈને આરોપીએ પોતાના જ મિત્ર પર હુમલો કરતા તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી દીધો હતો. એસપી સિટી રાહુલે આ મામલે જણાવ્યુ હતુ કે, શનિવારે સવારે જાણકારી મળી હતી કે, એક હોટલમાં ૨ લોકો લોહીલુહાણ હાલતમાં છે. જે પછી પોલિસી ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, બંને મિત્ર હતા. પહેલા બંનેની વચ્ચે બોલચાલ થઈ હતી અને ત્યારબાદ આરોપી યુવકે આક્રોશમાં આવીને બીજા યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી દીધો હતો. ત્યારે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે. મળેલી માહિતી અનુસાર, બંને જ બરેલીનગર નિગમમાં કાયમી કર્મચારી છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, એક વર્ષ પહેલાં તે ઘાયલ યુવકના સંપર્કમાં આવ્યો હતો. થોડાં મહીના પહેલાં તે તેને હોસ્પિટલમાં લઈ ગયો અને ચોરીથી તેની સાથે આપત્તિજનક સ્થિતિમાં વીડિયો બનાવી લીધો હતો. આરોપીનું કહેવું છે કે, આ પછી તે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવાની ધમકી આપી તેને પરેશાન કરવા લાગ્યો અને કેટલીય વાર તેની પાસેથી પૈસા પણ લીધા હતા. શનિવારે બંને હોસ્પિટલમાં મળ્યાં હતા. જ્યાં આરોપીએ વીડિયો ડિલીટ કરવા કહ્યું હતું. ત્યારપછી મામલો ઉગ્ર થતા યુવકે તેના પર હુમલો કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી દીધો હતો. હાલ આ મામલે બંને પક્ષ તરફથી કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલસ ઘટનાની તપાસ કરી રહી છે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *