રોહતાસ
બિહારના રોહતાસ જિલ્લામાં આરોપીઓએ રાજદ નેતાની જાહેરમાં હત્યા કરી છે. જિલ્લાના કરગહારમાં પેક્સ અધ્યક્ષ વિજેન્દર યાદવને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. વિજેન્દ્ર યાદવ કરગહારના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે અને હાલમાં પેક્સ અધ્યક્ષ પણ છે. તેઓ ગત ત્રણ દશકથી લાલૂ પ્રસાદ યાદવ તથા રાજદ સાથે જાેડાયેલા હતા. આ સાથે જ તેજસ્વી યાદવના નજીકના માનવામાં આવતા હતા. રવિવારની સવારે કેટલાક મજૂર સાથે પોતાના ડાંગરના ખેતરમાં નિંદામણ કરવા પહોંચ્યા તે સમયે બે આરોપીઓ બાઈક લઈને આવ્યા અને તેમના હાલચાલ પૂછવા લાગ્યા. કોઈ ખાનગી વાત કરવાના બહાને તેમને ખેતરની બહાર બોલાવ્યા. થોડીવાર વાતચીત કર્યા પછી તેમના ગળા અને છાતીમાં ગોળી મારી દીધી અને વિજેન્દ્ર યાદવ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ખેતરમાં કામ કરતા મજૂરો ગોળીઓનો અવાજ સાંભળતા જ રોડ પર દોડી આવ્યા હતા. પરંતુ ત્યાર સુધી બાઈક સવાર આરોપીઓ હથિયાર લઈને ભાગી નીકળ્યા હતા. ઘટનાસ્થળે જ રાજદ નેતાની મોત થઈ હતી. ઘટના વિશે જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. થોડીવાર પછી કરગહર જેલની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે ગ્રામીણોના આક્રોશનો પણ સામનો કરવો પડ્યો હતો. આક્રોશિત ગ્રામજનોએ કરહગર જેલની પોલીસ સાથે ધક્કા-મુક્કી કરી હતી અને માર માર્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. એક ઘાયલ પોલીસકર્મીને સારવાર અર્થે કરહગરના ઁૐઝ્રમાં ભર્તી કરવામાં આવ્યો છે. જ્યારે એક રસ્તે જતા વ્યક્તિને પણ લોકોએ મારપીટ કરીને ઘાયલ કરી દીધો હતો. આજુબાજુના વિવિધ પોલીસ સ્ટેશનની પોલીસ સિવાય સાસારામ સદરના ડીએસપી સંતોષકુમાર રાય પણ ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ લોકોને સમજાવવા માટે પ્રયત્નો કર્યા હતા. જાણકારો જણાવે છે કે, લાલૂ પરિવાર સાથે વિજેન્દ્ર યાદવના જૂના સબંધો રહ્યા છે. ગત કેટલીક ચૂંટણીઓમાં તેમણે રાજદ માટે ધુંઆધાર પ્રચાર પણ કર્યો હતો. તેજસ્વી યાદવ સાથે કેટલાય કાર્યક્રમમાં તેમણે મંચ પર સાથે જાેવા મળ્યા હતા. જણાવી દઈએ કે, થોડાં દિવસો પહેલાં તેમણે બહુજન સમાજ પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટીની સાથે પણ જાેડાયાં હતા. તેઓ ગત કેટલાય વર્ષો સુધી સરકારના પ્રખંડ પ્રમુખ પણ રહ્યા છે. પરંતુ વર્તમાનમાં તેઓ પેક્સ અધ્યક્ષ હતા. વિજેન્દ્ર યાદવ પર બે વર્ષ પહેલાં પણ આરોપીઓએ ફાયરિંગ કર્યુ હતું. તે સમયે તેઓ માંડ માંડ બચ્યા હતા. પરંતુ આ વખતે આરોપીઓને સફળતા મળી ગઈ. હત્યાની પાછળ ક્યાંકને ક્યાંક જૂની રણનીતિથી ઈનકાર ન કરી શકાય. પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ અત્યારે હાલ કોઈપણ જાણકારી આપી રહ્યા નથી.

