બિહાર
બિહારના નાલંદાના હરનૌત વિસ્તારના મુબારકપુર ગામનો રહેવાસી મુકેશ છેલ્લા એક વર્ષથી આ જ ગામની એક યુવતીને પ્રેમ કરતો હતો. યુવતીના પરિવારજનોને આ વાતની જાણ થતા જ તેમણે યુવતીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દીધા હતા. યુવતીની જાન આવી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું તે સમયે અચાનક આ ઘટના બની હતી. સનકી પ્રેમી મુકેશ જયમાળાના સમયે હાથમાં વરમાળા અને શિંદૂર લઈને સ્ટેજ પર ચઢી ગયો અને પોતાની પ્રેમિકાને વરમાળા પહેરાવી દીધી હતી. મુકેશે દુલ્હનના સેંથામાં શિંદૂર ભરવાની કોશિશ કરી હતી. જે બાદ ત્યાં હાજર રહેલ તમામ લોકોએ યુવકની બરાબર ધોલાઈ કરી દીધી હતી. આ ઘટનાક્રમ સર્જાવાને કારણે વરરાજા લગ્ન કર્યા વગર જ પરત ફરી ગયો હતો. જાન લગ્ન કર્યા વગર પરત ફરતા કન્યાપક્ષના લોકોને વધુ ગુસ્સો આવ્યો હતો અને યુવકની બરાબર ધોલાઈ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને બિહાર શરીફની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે. સનકી પ્રેમી મુકેશે જણાવ્યું કે, ગામની એક યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજા સાથે રહેવાનો વાયદા કર્યા હતા. તેમ છતાં યુવતીના ઘરવાળાઓએ યુવતીના જબરદસ્તી અન્ય જગ્યાએ લગ્ન નક્કી કરી દીધા હતા. મુકેશે જણાવ્યું કે, તેની પ્રેમિકાએ કહ્યું હતું કે, હવે તેના લગ્ન થાય તો વરમાળાના સમયે તેને વરમાળા પહેરાવી દે અને સેંથામાં શિંદૂર ભરી દે. ત્યારબાદ મેં એવું જ કર્યું. આ સમગ્ર ઘટના બાદ દુલ્હાએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને જાન લગ્ન કર્યા વગર જ પરત ફરી. યુવતીના પરિવારજનો જણાવે છે કે, આ સનકી યુવક ખોટું બોલે છે, યુવક સાથે યુવતીનો પ્રેમસંબંધ નથી ચાલી રહ્યો. હરનૌત પોલીસ સ્ટેશનના દેવાનંદ શર્માએ જણાવ્યું કે, વરમાળા સમયે એક યુવકે દુલ્હનના સેંથામાં શિંદૂર પૂરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સનકી પ્રેમીની બરાબર ધોલાઈ કરવામાં આવી છે. પોલીસે બંને પક્ષના નિવેદન લઈ લીધા છે અને આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.બિહારના નાલંદામાં લગ્ન સમારોહ દરમિયાન એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પ્રેમિકાને લગ્ન કરતા જાેઈને પ્રેમી એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો અને તેણે સ્ટેજ પર જઈને દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવી દીધી અને દુલ્હનના સેંથામાં શિંદૂર પૂરવાની પણ કોશિશ કરી હતી. સ્ટેજ પર આ બધું જાેઈને વરરાજા એકદમ દંગ રહી ગયો હતો. લગ્ન સમારોહમાં હાજર રહેલ તમામ લોકો વિચારી રહ્યા હતા કે, આ શું થઈ રહ્યું છે? દુલ્હનના પરિવારજનોએ યુવકને ખૂબ જ ધોલાઈપાક ચખાડ્યો હતો. આ ઘટના બાદ દુલ્હાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. દુલ્હાએ લગ્ન કરવાની ના પાડી દેતા કન્યાપક્ષના લોકો વધુ હેરાન પરેશાન થઈ ગયા હતા.