બિહાર
બિહારના ભાગલપુર અને ખગડિયાને જાેડતા ફોર-લેન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર શુક્રવારે મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડામાં તૂટી પડ્યું હતું. સુલતાનગંજના પોલ નંબર ૪, ૫ અને ૬ વચ્ચે કાસ્ટિંગ માટે બનાવેલ સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થયું. કેબલ લગાવવામાં આવ્યા હોવા છતાં બ્રિજનું સુપરસ્ટ્રક્ચર ધરાશાયી થવાથી એન્જિનિયરની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા છે. આ માળખું ૧૦૦ ફૂટથી વધુ ઊંચું હતું. સદભાગ્યે કોઈ આ સમયે કોઈ ન હતું, જેથી જાન હાની થઈ નથી. તમને જણાવી દઈએ કે, આ પુલ ગંગા નદી પર ૧૭૧૦.૭૭ કરોડ રૂપિયાના ખર્ચે બનવવામાં આવ્યો છે. એસપી સિંગલ કન્સ્ટ્રક્શન લિમિટેડ આ ફોર લેન બ્રિજનું નિર્માણ કરી રહી છે. આ પુલ અગુવાની અને સુલતાનગંજ ઘાટ વચ્ચે ૧૭૧૦.૭૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તો, સુલતાનગંજના પોલ નંબર ૪, ૫ અને ૬ વચ્ચે કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ માળખું બનાવવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બાંધકામની તપાસની માંગ કરી છે. ખરાબ મૌસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો હતો. જાેરદાર વાવાઝોડું અને વીજળીના ચમકારા પછી, ભારે વરસાદ શરૂ થયો. આ વરસાદે કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને ઘણી રાહત આપી હતી, પરંતુ વાવાઝોડા બાદ અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આખું શહેર અંધકારની ગોદમાં સમાઈ ગયું. સામાન્ય પાકની સાથે સાથે કેરી અને લીચી જેવા ફળોને પણ કેટલીક જગ્યાએ વાવાઝોડા અને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક જગ્યાએ મકાનો અને દુકાનોની બાલ્કનીઓ ઉડી ગઈ હતી. આ મહિનામાં ત્રીજી વખત હવામાનનો મિજાજ આ રીતે બદલાયો છે. છેલ્લા ૧૦ દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા. હવે ગરમીમાંથી થોડી રાહત મળી છે.


