Bihar

માતા-પિતાને કાવડમાં બેસાડી પગપાળા યાત્રા પર પુત્ર નીકળ્યો

બિહાર
કળીયુગમાં આજે મોટાભાગના કુટુંબમાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાનું ચલણ ઘટી રહ્યું છે. જાેકે એક એવી ઘટના સામે આવી છે તેને જાેઈ તમને શ્રવણની યાદ આવી જશે. એક દંપતી શ્રાવણના મેળામાં પોતાના માતા-પિતાને એવી રીતે તીર્થયાત્રા કરાવી રહ્યા છે જેવી એકસમયે શ્રવણ કુમારે કરી હતી. ચંદન કુમાર અને તેની પત્ની રાની દેવી માતા-પિતાને દેવધર લઇ જવા માટે શ્રવણ કુમાર બની ગયા છે. પોતાના માતા-પિતાને લઇને બાબાધામની યાત્રા પર નીકળ્યા છે. સુલ્તાનગંજથી જળ ભરીને બન્નેએ દેવધર માટે પ્રસ્થાન કર્યું છે. ચંદન કુમારે જણાવ્યું કે અમે દર મહિને સત્યનારાણય વ્રતની પૂજા કરીએ છીએ અને આ દરમિયાન મનમાં માતા-પિતાને બાબાધામની પગપાળા તીર્થ યાત્રા કરાવવાની ઇચ્છા થઇ હતી. જાેકે માતા-પિતા વૃદ્ધ હોવાથી ૧૦૫ કિલોમીટરની લાંબી યાત્રા પગપાળા કરવી સંભવ ન હતી. આ વાત મારી પત્ની રાની દેવીને જણાવી હતી તો તેણે પણ આમાં ભાગદારી આપવાની વાત કરી હતી. બિહારના જહાનાબાદમાં રહેતા ચંદને જણાવ્યું કે આ પછી મેં ર્નિણય કર્યો કે માતા-પિતાની અમે બહંગીમાં બેસાડીને પોતાના ખભાના બળે યાત્રાની સફળ બનાવીશું. આ દરમિયાન મેં એક મજબૂત પાલખી બનાવી હતી. રવિવારે સુલ્તાનગંજથી જળ ભરીને પાલખીમાં આગળ પિતા અને પાછળ માતાજીને બેસાડી યાત્રા શરુ કરી હતી પાલખનીના આગળના ભાગને આ વૃદ્ધ દંપત્તીના પુત્રએ પોતાના ખભા પર લીધો છે. જ્યારે તેની પત્ની રાની દેવી પાછળથી સહારો આપી રહી છે. તેમણે જણાવ્યું કે આ લાંબી યાત્રા છે તેમાં સમય લાગશે પણ અમે આ યાત્રાને અવશ્ય સફળ બનાવીશું. ચંદનની પત્નીએ જણાવ્યું કે પતિના મનમાં ઇચ્છા થઇ તો મને પણ આવા સારા કામમાં ભાગીદાર બનવાનું મન થયું હતું. અમે ખુશ છીએ કે પોતાના સાસુ-સસરાને બાબાધામની યાત્રા કરાવવા નીકળ્યા છીએ. લોકો પણ અમને હિંમત આપી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે. ચંદનની માતાએ જણાવ્યું કે અમે તો આશીર્વાદ જ આપી શકીએ છીએ. ભગવાનને પ્રાર્થના છે કે મારા પુત્રને સબળ બનાવે. હાલના સમયમાં જ્યારે લોકો પોતાના માતા-પિતાને ઘરમાંથી કાઢી મુકે છે ત્યારે એક પુત્ર અને વહુ શ્રવણ કુમાર બનીને માતા-પિતાને ખભા પર બેસાડી ૧૦૫ કિલોમીટરની યાત્રા કરવી સાચે જ અકલ્પનીય છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *