બિહાર
નીતિશ કુમાર વિશે પહેલાથી જ અટકળો ચાલી રહી છે કે તેમને દિલ્હીમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. નીતિશ કુમાર મુખ્યપ્રધાન પદની જગ્યાએ કોઈ મોટી જવાબદારી ઈચ્છે છે. ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં ભાજપ તેમને આ ખુરશી પર બેસાડીને બિહારની કમાન પોતે સંભાળે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે છેલ્લી ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટીને ઓછી સીટો મળી હતી, જેના કારણે ગઠબંધન સરકારમાં તેમનું વર્ચસ્વ પહેલા જેવુ રહ્યું નથી.બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને લઈને રાજકારણ ગરમાયુ છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે ટુંક સમયમાં નીતિશ કુમાર મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જઈ શકે છે. નીતિશ કુમારે બુધવારે કહ્યું કે તેઓ હજુ સુધી રાજ્યસભાના સભ્ય બન્યા નથી, પરંતુ તેઓ એકવાર રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે. આનાથી એવી અટકળોને વેગ મળ્યો કે તેઓ ટૂંક સમયમાં બિહારના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપીને રાજ્યસભાના સભ્ય બની શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવી શકે છે. તેઓ અત્યાર સુધી બિહાર વિધાનસભા, વિધાન પરિષદ અને લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે નીતિશ કુમારે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં રાજ્યસભા વિશે વાત કરી ત્યારબાદ ઘણી અટકળો ઉભી થઈ છે. આપને જણાવી દઈએ કે તેઓ ૧૬ વર્ષથી મુખ્યમંત્રી છે અને કદાચ હવે તેઓ નવી ભૂમિકા માટે ઉત્સુક છે. આ સાથે એ વાત પણ સામે આવી છે કે તેમને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવવામાં આવી શકે છે, જે પદ આગામી થોડા દિવસોમાં ખાલી થશે. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સંસદ માટે નાલંદા પર વિચાર કરી રહ્યા છે. જ્યારથી તેઓ લોકસભા મતવિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારથી તેઓ આ વિસ્તારમાંથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. જાે કે હવે આ વિસ્તારનો મોટાભાગનો વિસ્તાર નાલંદા હેઠળ આવી ગયો છે. તેમણે કહ્યું ‘કોઈ ચાન્સ નથી’.


