Bihar

CBIએ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ફરી તપાસ શરૂ કરી

પટણા
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધવાની છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં ફરીથી તપાસ શરૂ કરી છે. આ રેલવે પ્રોજેક્ટ્‌સમાં ભ્રષ્ટાચારનો મામલો છે. લાલુ યાદવ યુપીએ-૧ સરકારમાં આ પોર્ટફોલિયો સંભાળતા હતા. ત્યારે જ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. આ કેસમાં સીબીઆઈએ ૨૦૧૮માં તપાસ શરૂ કરી હતી. મે ૨૦૨૧માં તપાસ બંધ કરવામાં આવી હતી. આ મામલો હવે ફરી ખુલ્યો છે. ભારતીય રેલ્વેના પ્રોજેક્ટ્‌સમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ થઈ રહી છે ત્યારે લાલુ યાદવ પર મુસીબતોના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ પહેલા પણ તે અન્ય કેસમાં દોષિત ઠરેલા છે અને તે લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા. તાજેતરમાં, તેમની ગંભીર બીમારીની સારવાર પણ કરવામાં આવી હતી, જેમાં તેમની પુત્રીએ કિડનીનું દાન કર્યું હતું. ચારા કૌભાંડમાં લાલુનું નામ મુખ્ય આરોપી તરીકે રહ્યું હતું. આ સિવાય જ્યારે તેઓ યુપીએ-૧ સરકારમાં રેલવે પ્રોજેક્ટ્‌સનો પોર્ટફોલિયો સંભાળી રહ્યા હતા ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા. સીબીઆઈ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે લાલુ યાદવ વિરુદ્ધ જે કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે તેમાં તેમના સિવાય તેમના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પુત્રીઓ ચંદા યાદવ અને રાગિણી યાદવ પણ આરોપી છે. અધિકારીઓએ કહ્યું કે પહેલા જે કેસ હતો તેમાં જ તપાસ કરવામાં આવી રહી છે અને બીજાે કોઈ કેસ નથી. લાલુ યાદવની પાર્ટી રાજદ હાલ સત્તામાં છે, જેની સાથે નીતિશ કુમારના નેતૃત્વવાળી જનતા દળ યુનાઈટેડએ ગઠબંધન કર્યું છે. લાલુના પુત્ર તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી છે. સાથે જ લાલુ પ્રસાદ યાદવ પોતે બિહારના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમની પત્નીએ પણ આ જવાબદારી ઉપાડી હતી. હવે નીતિશ કુમાર મુખ્યમંત્રી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *