Bihar

આ બિહારી ટ્રેન પાર્ટ્‌સ ચોરવા માટે બનાવી લાંબી સુરંગ, થેલા ભરીને લઈ જતો પાર્ટ્‌સ

મુઝફ્ફરપુર
બિહારમાં તમે પુલ, રેલ એન્જીન ચોરી થવાની ઘટનાઓ અગાઉ પણ સાંભળી હશે, વાંચી હશે, જાેઈ હશે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તેને જાેઈને આપ હચમચી જશો. અહીં ચોરી કરવા માટે બરૌનીથી મુઝફ્ફરપુર સુધી સુરંગ બનાવી નાખી. આ કાંડ વિશે જાણીને બારગી પોલીસ પણ ચોકી ગઈ હતી. આ ક્રમમાં પોલીસે ગુરુવારે કહ્યું કે, લુટારાઓએ બિહારમાં ડીઝલ અને જૂની ટ્રેનના એન્જીનો ઉપાડવા અને સ્ટીલના પુલને પણ ચોરી જાય છે. જેને લઈને પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગત અઠવાડીયે તો બરૌનીના ગરહારા યાર્ડમાં રિપેર માટે આવેલી ટ્રેનનું આખુ ડીઝલ એન્જીન એક ટોળકી ચોરી કરીને લઈ ગઈ હતી. આ ટોળકી એન્જીનના પાર્ટ્‌સ ઉઠાવીને લઈ ગઈ હતી. તેના વિશે પહેલી વાર જાણકારી ત્યારે સામે આવી જ્યારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી. તેમા પુછપરછમાં મળેલી જાણકારી બાદ પોલીસે મુઝફ્ફરપુરની પ્રભાત કોલોનીમાં આવેલા એક ભંગારના ડેલામાંથી એન્જીના પાર્ટ્‌સના ૧૩ કોથળા જપ્ત કર્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, વધારે હેરાન કરનારી વાત એવી છે કે, અમે યાર્ડ પાસે એક સુરંગ હોવાનું જાણવા મળ્યું, જેના માધ્યમથી ચોર આવતા હતા અને એન્જીનના પાર્ટ્‌સ ચોરીને લઈ જતાં હતા. આ અગાઉ પૂર્ણિયામાં તો ચોર ટોળકીએ આખા વિંટેજ એન્જીનને વેચી માર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે ચોરી કરેલી આ એન્જીન જાહેરમાં બોલી માટે મુકવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે, તેમાં રેલ્વેના એક એન્જીનિયરનો પણ હાથ હતો. અન્ય એક મામલો અરરિયાથી આવ્યો હતો, જેમાં સીતાધાર નદી પર બનેલા લોખંડના પુલને ચોરી ગયા હતા.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *