બિહાર
ફુલવારી શરીફ આતંકી મોડ્યુલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુલવારી શરીફ ટેરર મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બિહારમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે દરભંગા, અરરિયા, છપરા અને પટના જિલ્લામાં દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, જુલાઈમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકી મોડ્યુલ કેસમાં બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. જ્યારે પ્રથમ એફઆઈઆર ૨૬ શકમંદો સામે નોંધવામાં આવી છે, જ્યારે બીજી એફઆઈઆરમાં એકનું નામ છે. ફુલવારી શરીફ વિસ્તારમાં ભેગા થયેલા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા વડા પ્રધાનની સૂચિત મુલાકાતને વિક્ષેપિત કરવાની યોજનાના સંબંધમાં ૧૧ જુલાઈના રોજ પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીજી તરફ બિહાર પોલીસ દ્વારા મરગુબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડના સંબંધમાં બીજી એફઆઈઆર ૧૪ જુલાઈએ દાખલ કરવામાં આવી હતી. બંને પર કથિત રીતે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફુલવારી શરીફમાં વિદ્રોહી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે જાેડાયેલા કેસની તપાસ શરૂ કરી છે. આ સંદર્ભમાં, ૨૮ જુલાઈ, ગુરુવારે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બિહારના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તેને જાેતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે દરભંગાના શંકરપુર ગામમાં પણ દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે ૨૫ જુલાઈના રોજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફુલવારી શરીફ આતંકવાદી કેસને પોતાના કબજામાં લીધો હતો અને કેસ સાથે જાેડાયેલા તમામ દસ્તાવેજાે પણ લીધા હતા. ૨૮ જુલાઈના રોજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના પેટ્રન અથર પરવેઝના પટના સ્થિત નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પટના પોલીસ અતહરની ધરપકડ કરી ચૂકી છે.


