Bihar

બિહારમાં બેગુસરયમાં બૂઢી ગંડક નદી પર બનેલો બ્રીજ ઉદ્‌ઘાટન પહેલા જ ધરાશાઈ થઇ ગયો

બેગુસરય
બિહારમાં પુલ તૂટી પડવા અને ચોરીના કેસ સામાન્ય બની ગયા છે. બિહારમાં પુલ ધરાશાયી થવાનો મામલો બેગૂસરયથી આવ્યો છે જ્યાં બૂઢી ગંડક નદી પર બનેલો ઉદઘાટન પહેલાં ધરાશાયી થઇ ગયો અને નદીના પાણીમાં સમાઇ ગયો. જાેકે રાહત સમાચાર એ છે કે આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી નથી. પરંતુ પુલ તૂટતાં જ નીતીશ કુમાર સરકારના કામને લઇને પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ભ્રષ્ટાચાર પ્રત્યે તેમની નીતિ પર સવાલ ઉભા થયા છે. આ પુલ તૂટ્યાના બે દિવસ પહેલાં જ લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. જાેકે આ પુલમાં તિરાડ દેખાઇ રહી હતી ત્યારબાદ લોકોના તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બેગૂસરાયના કલેક્ટરે જણાવ્યું હતું કે પુલના ઉપયોગ માટે અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે પુલ તૂટી પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ પુલની કહાની એકદમ રસપ્રદ છે. આ એક હાઇલેવલ આરસીસી પુલ હતો જેના નિર્માણની શરૂઆત વર્સઝ ૨૦૧૬ માં થઇ હતી. તેને ઓગસ્ટ ૨૦૧૭ સુધી તૈયાર કરવાનો હતો. પરંતુ આ પુલનું ઉદઘાટન હજુ સુધી થયું ન હતું અને તે પહેલાં જ તે તૂટી ગયો. આ પુલનું નિર્માણ મુખ્યમંત્રી નાવાર્ડ યોજના અંતગર્ત થયું હતું. જેને બનાવવામાં ૧૪.૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. આ પુલને આહોક કૃતિ ટોલ અને વિષ્ણુપુરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર પુલ સુધી પહોંચનારા એપ્રોચ રોડનું નિર્માણ થઇ શક્યું ન હતું તેમછતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા હતા. ટ્રેક્ટર પણ આ પુલ પરથી અવરજવર કરી રહ્યા હતા. થોડા સમય પહેલાં તેમાં તિરાડ જાેવા મળી તો અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ કોને ખબર હતે કે પુલ ઉદઘાટન પહેલાં જ પાણીમાં સમાઇ જશે. પુલને લઇને લોકો સવાલ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે તેને બનાવતી વખતે નિયમોનું અવગણના કરવામાં આવી. લૂંટના કારને આ પુલ ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો. અકસ્માતમાં મા ભગવતી કંસ્ટ્રક્શન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા પુલના પિલર નંબર ૨ અને ૩ ની વચ્ચેનો ભાગ તૂટીને ગંડક નદીમાં સમાઇ ગયો.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *