બિહાર
દેશના ઘણા રાજ્યોમાં યુવાનોએ સેનામાં નવી ભરતી યોજના અગ્નિપથને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધની સૌથી વધુ અસર બિહારમાં જાેવા મળી હતી. બિહારના અનેક જિલ્લાઓમાં યુવાનોએ ઉગ્ર હંગામો મચાવ્યો હતો. અહીં ઘણી ટ્રેનો અને બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. રોષે ભરાયેલા યુવાનોના ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિરોધીઓએ ભાજપના નેતાઓના ઘરો અને પાર્ટી કાર્યાલયોમાં તોડફોડ કરી હતી. ભાજપના નેતાઓના ઘર પર હુમલા બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે. બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે પ્રશાસનની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે પ્રશાસનના ઈશારે લોકોને નિશાન બનાવવું ખોટું છે. જેડીયુ વતી કહેવામાં આવ્યું હતું કે અગ્નિપથ યોજના પર યુવાનોની શંકા દૂર કરવાને બદલે ભાજપ બિહારમાં પ્રશાસન પર દોષારોપણ કરી રહી છે. આ દરમિયાન અગ્નિપથ મુદ્દે યુવાઓના વિરોધ વચ્ચે ભાજપના નેતાઓ પરના હુમલાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ બિહારમાં નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત ભાજપના ૧૦ નેતાઓને ઝ્રઇઁહ્લ દ્વારા ‘વાય’ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવાની મંજૂરી આપી છે. શુક્રવારે ગૃહ મંત્રાલય તરફથી બિહારના બીજેપી નેતાઓની સુરક્ષા સંબંધિત આદેશો મળ્યા બાદ સીઆરપીએફએ તાત્કાલિક અસરથી સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે.સેનાની નવી ભરતી યોજના અગ્નિપથના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા ભાજપના નેતાઓ પરના હુમલાને ગંભીરતાથી લીધો છે. બિહારમાં નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત ભાજપના કુલ ૧૦ નેતાઓને રૂ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. શુક્રવારે ગૃહ મંત્રાલયના આદેશ બાદ ઝ્રઇઁહ્લએ જવાબદારી સંભાળી લીધી છે.
