Bihar

બિહારમાં લોકો જમતા પહેલા અને શૌચ કર્યાં બાદ હાથ નથી ધોતા?!

પટના
બિહારથી આ સર્વે વિષે તો સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે, પણ આ સાચું છે કે આવી નજીવું મહત્વ પર પણ લોકો ધ્યાન આપતા નથી અને આવું તો આ રાજ્યમાં જ જાેવા મળ્યું પણ હજુ જાે માનવા જઈએ તો કેટલા રાજ્યમાં આવી સ્થિતિ હશે અથવા તો આવી જ સ્થિતિ રહેતી હશે. એની કોઈ પાકી માહિતી તો નથી સામે આવી. અને બિહારમાં લોકો આવી નજીવી મહત્વની આદત પર પણ ધ્યાન નથી આપી શકતા. અને એ બીજી કોઈ નહિ પરંતુ જમતા પહેલા અને શૌચ કર્યાં બાદ હાથ નથી ધોતા. શું થઇ શકે ખરા વિશ્વાસ, કે આવું તો હોઈ શકે, પણ આ સાચું છે કે બિહારમાં ફક્ત ૧૨ ટકા લોકો જ ખાવાનું ખાતા પહેલા હાથ સાફ કરે છે, એટલે કે ૮૮ ટકા લોકો ભોજન કરતા પહેલા હાથ ધોતા નથી, બીજૂ કે રાજ્યમાં ફક્ત ૬૭ ટકા લોકો જ શૌચક્રિયા બાદ હાથ સાફ કરે છે, એટલે કે કુલ ૩૩ ટકા લોકો એવા છે, જે શૌચ કર્યા બાદ હાથ નથી ધોતા. પટનાની ચંદ્રગુપ્ત ઈંસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પટનામાં આયોજીત હાથ સ્વચ્છતા માટે પ્લાન પર એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંકડા રજૂ કરતા યૂનિસેફના કાર્યક્રમ પ્રબંધક પ્રસન્ના એશે જણાવ્યું કે, રાજ્યમાં મોટા ભાગના લોકો હજૂ પણ હાથ ધોવાને મહત્વ આપતા નથી. યૂનિસેફના પ્રોગ્રામ મેનેજર પ્રસન્ના એશના જણાવ્યા અનુસાર, આર્શ્યજનક રીતે મીડિયા અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો તરફથી વારંવાર સલાહ આપવામાં આવતી હતી કે, કોવિડ ૧૯ મહામારી દરમિયાન હાથની સ્વચ્છતા પર ખ્યાલ રાખવો. પણ લોકોના મગજમાં હજૂ પણ આ વાત ઉતરતી નથી. તેમણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વાત કરતા જણાવ્યું હતું કે, હાથ સાફ કરવામાં જાે તમે એક ડોલર ખર્ચ કરશો, તો વર્ષના આપ ૧૫ ડોલરનો અન્ય ખર્ચ બચાવી શકશો. જીવિકાના મુખ્ય કાર્યકારી અધિકારી અને લોહિયા સ્વચ્છ બિહાર અભિયાનના નિર્દેશક રાહુલ કુમારે કહ્યું કે, કોવિડ મહામારીએ લકોના હાથ ધોવાના વ્યવહારને સામાન્ય રીતે બદલી દીધું છે. તેમના જણાવ્યા અનુસાર, મહામારી દરમિયાન સારી સ્વચ્છ આદતોના કારણે ડાયરિયાના કેસોમાં ૪૭ ટકાની કમી, શ્વસન સંક્રમણમાં ૨૩ ટકાની કમી અને પરિણામસ્વરૂપ રાજ્યમાં બાળ મૃત્યુદરમાં ઉલ્લેખનિય ઘટાડો આવ્યો છે. તેમણે બિહાર સરકારના કામોના વખાણ કર્યા. આ દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો કે, સ્વચ્છતા જ સેવા, અભિયાન જેણે બિહારને તમામ રાજ્યોમાં બીજૂ સ્થાન અપાવવામાં મદદ કરી છે. બિહાર શિક્ષણ પરિયોજના પરિષદના પ્રતિનિધિ મનીષે કહ્યું કે, વિભાગ તરફથી હાલમાં જ યૂનિસેફના સહયોગથી રાજ્યની ૫૦૦થી વધારે સ્કૂલોમાં હાથ ધોવા માટે હાથ ધોવાના સ્ટેશન લગાવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *