Bihar

બિહારમાં વિદ્યાર્થીનીએ શિક્ષક સાથે પ્રેમ થતા વિડીયો વાયરલ થયો

ચંપારણ
બિહારના પશ્ચિમ ચંપારણમાં એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે, કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે અને તમને આ સ્ટોરી વાંચીને પણ આ કહેવત યાદ આવી જશે. જ્યાં વિદ્યાર્થિની શિક્ષકને લઇને ભાગી ગઇ છે. વર્તમાન સમયમાં બેતિયામાં એક વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા સ્ટુડન્ટ કાજલ તેના લગ્ન વિશે વાત કરી રહી છે. વીડિયોમાં તે કહી રહી છે કે, પરિવારના સભ્યો મારી નાખવાની ધમકી આપતા હતા, તેથી હું મારા પ્રિય શિક્ષક સાથે ભાગી ગઇ છું. છાત્રાએ વીડિયોમાં કહ્યું કે, મારી માતા, પિતા અને ભાઈ આ લગ્નની વિરુદ્ધ હતા. મારા શિક્ષક અને મારા વચ્ચે પ્રેમસંબંધ ઘણા સમયથી ચાલતો હતો. હું તેમની પાસેથી ક્લાસ પણ લેતી હતી, પછી અમે બંને પ્રેમમાં કરવા લાગ્યા હતા. ત્રણ મહિના પહેલા કોચિંગ છોડી દીધું હતું. જ્યારે વિદ્યાર્થી ટીચર સાથે વાત કરતી હતી તો તેના પરિવારના સભ્યો વિરોધ કરતા અને મારપીટ પણ કરતા હતા. વીડિયોમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે પરિવારના સભ્યોનું વલણ જાેઈને હું મારા પ્રિય શિક્ષક બંધુ ચૌધરી સાથે ભાગી ગઈ છું. જાે હું હવે જીવીશ તો પણ બંધુ ચૌધરી સાથે અને મરીશ તો પણ બંધુ ચૌધરી સાથે જ. મારા પરિવારના સભ્યો મને મારવાનો પ્રયાસ કરતા હતા તો મારે શું કરવું ? યુવતીએ વધુમાં જણાવ્યું કે મારા પરિવારજનોએ નવલપુર પોલીસ સ્ટેશનમાં ખોટો કેસ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે લોકો અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યા છે. શિક્ષકે વિદ્યાર્થિનીને ભગાડી હોવાના કિસ્સા ઘણી વખત સામે આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં છાત્રાનું કહેવું છે કે તે શિક્ષકને લઈને ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલો બેતિયાના નવલપુર ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર ગામનો છે. જ્યાં સ્ટુડન્ટ કાજલ કુમારી અને ટીચર બંધુ ચૌધરી પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયા હતા. છાત્રાના પિતા રામનાથ સાહે નવલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો છે. આ વાતની ભાળ મળતા જ યુવતીએ પોતાના લગ્નનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારબાદ સમજાયું કે, આ આખો મામલો પ્રેમ પ્રકરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *