Bihar

બીજેપી સાંસદએ ચાર બાળકોના પિતા બન્યા બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા!..જાણો કારણ

ગોરખપુર
ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશને કોંગ્રેસની આગેવાની હેઠળના અગાઉના શાસનના ખરાબ સંચાલન પર ચાર બાળકો હોવાનો આરોપ મૂક્યો હતો. ૨૦૨૨માં રખાયેલા એક કાર્યક્રમમાં ગોરખપુરના લોકસભા સાંસદ રવિ કિશને વસ્તી નિયંત્રણ બિલ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અગાઉની સરકારે આ પાસામાં સતર્ક રહેવું જાેઈતું હતું અને જાે તેમણે વસ્તીને અંકુશમાં લેવા માટે કાયદો ઘડ્યો હોત, તો તેમને ચાર બાળકો ન હોત. બીજેપી સાંસદ રવિ કિશને ચાર બાળકોના પિતા બનવા બદલ કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જયારે કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી, ત્યારે વસ્તી નિયંત્રણ બિલ લાવી હોત, તો તેઓ અટકી જાત અને ચાર બાળક પેદા ન કરત. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનાર કિશને સંસદમાં વસ્તી નિયંત્રણ બિલ રજૂ કરતાં પહેલાં એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ગોરખપુરના લોકસભા સાંસદ રવિ કિશને વસ્તી નિયંત્રણ બિલની હિમાયત કરતી વખતે કહ્યું હતું કે તેમના શરૂઆતના સંઘર્ષશીલ અભિનેતા તરીકેના દિવસોમાં તેમણે ગર્ભાવસ્થા સાથે તેમની પત્નીની તબિયત બગડતી જાેઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે હવે જ્યારે હું પરિપક્વ થયો છું અને મારી કારકિર્દીમાં સ્થિરતા મળી છે, ત્યારે હું જયારે પણ મારી પત્ની તરફ જાેઉં છું ત્યારે હું દિલગીરી અનુભવું છું. તેમણે કહ્યું, જાે કોંગ્રેસ સરકાર અગાઉ બિલ લાવી હોત, તો હું અટકી ગયો હોત. આ સાંભળતા જ પ્રેક્ષકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં આ મામલે ગંભીરતા દાખવવી જાેઈતી હતી. કોંગ્રેસ આ માટે દોષી છે, કારણ કે ત્યારે તેમની સરકાર હતી. રવિ કિશને કહ્યું કે ચીને વસ્તીને નિયંત્રિત કરી છે. જાે અગાઉની સરકારો વિચારશીલ હોત તો પેઢીઓએ સંઘર્ષ ન કર્યો હોત. તેમણે કહ્યું કે આ વિષય પર આરોપો અને પ્રતિ-આક્ષેપો માટે બોલાવશે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે આવા કાયદાઓનું પરિણામ ૨૦થી ૨૫ વર્ષ પછી પ્રચલિત થશે. ઇવેન્ટ દરમિયાન કિશને નોંધ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની વર્તમાન સરકાર માત્ર મંદિરો જ નહીં, પરંતુ રસ્તાઓ પણ બનાવી રહી છે. કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ છૈંૈંસ્જી પણ બનાવવામાં આવી રહી છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *