છત્તસીગઢ
ગરિયાબંધથી સંબંધોને ઐસીતૈસી કરી દેતો મામલો સામે આવ્યો છે. અહીં મહિલાએ પોતાના પિત, તેની બીજી પત્ની અને દિયર પર દહેજ માટે મારપીટનો આરોપ લગાવ્યો છે. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો છે કે, પતિ અને બીજી પત્નીએ દેવર પાસે તેનો રેપ કરાવ્યો, પોલીસે મહિલાની ફરિયાદ પર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેને કોર્ટમાં કરી જેલ ભેગા કરી દીધા છે. આ મામલો સિટી કોતવાલી થાના પોલીસ સ્ટેશનમાં ૧૦ કિમી દૂર આવેલા એક ગામનો છે. અહીં એક મહિલાએ ગરિયાબંધ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિના પહેલા જૂલાઈ ૨૦૨૨માં જ તેના લગ્ન સંજય નામના યુવક સાથે થયા હતા, પતિ દહેજ માગતો હતો, જે તેના પિયરવાળા આપવા માટે તૈયાર નહોતા. લગ્નના દોઢ મહિના બાદ પતિએ એક અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા. મહિલાએ બતાવ્યું કે, જ્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો તો તેની સાથે બહું મારપીટ કરી. બાદમાં ૪ ઓક્ટોબરે સંજયે બીજી પત્ની સાથે મળીને તેની સાથે મારપીટ કરી, તેના હાથ પગ બાંધી અને દિયર તુમેશ્વર પાસે રેપ કરાવ્યો, દિયરને આવું કરવા માટે સંજયે જ કહ્યું હતું. મહિલાની ફરિયાદ પર પોલીસે તુરંત એક્શન લીધી અને સંજય, તેની બીજી પત્ની અને તુમેશ્વરની ધરપકડ કરી, ત્રણેય પર ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી, પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણેયને જેલમાં મોકલી દીધા હતા.


