Chandigarh

ઈરાનમાં મહિલાઓનો હિજાબ કાયદા સામે વિરોધ દેખાવમાં ૩ લોકોના થયા મોત

ચંદીગઢ
હિજાબના કાયદાનો ભંગ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવેલી એક મહિલાની કસ્ટડીમાં થયેલા મૃત્યુ બાદ ઈરાનમાં મહિલા પ્રદર્શનકારીઓના વિરોધ પ્રદર્શનો ચરમસીમાએ પહોંચી ચૂક્યા છે. મહિલાઓ પોતાના હિજાબ સળગાવીને વિરોધ નોંધાવી રહી છે. સતત પાંચ રાત સુધી દેખાવો ચાલુ રહ્યા છે અને વિરોધના આ વંટોળ દેશના અનેર નગરો અને શહેરોમાં પહોંચ્યા છે. ત્રણ દિવસ કોમામાં ગાળ્યા બાદ શુક્રવારે મહસા અમિનીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. તેહરાનના ઉત્તરમાં આવેલા સારીમાં વિરોધમાં મહિલાઓએ તેમના હિજાબ સળગાવવાની સાથે જ મોટી સંખ્યામાં લોકોએ તાળીઓ પાડીને વિરોધને સહયોગ આપ્યો હતો. અમીનીની ગયા અઠવાડિયે ઇરાનની મોરેલિટી પોલીસે રાજધાનીમાંથી ધરપકડ કરી હતી. જેના પર કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને હિજાબ અથવા હેડસ્કાર્ફથી તેમના વાળ અને તેમના હાથ અને પગ ઢીલા કપડાંથી ઢાંકવા અનિવાર્ય છે. અટકાયત કેન્દ્રમાં ઢળી પડ્યા પછી તરત જ તે કોમામાં ચાલી ગઈ હતી. યુએનના માનવાધિકાર માટેના કાર્યકારી હાઈ કમિશનર નાદા અલ-નશીફે જણાવ્યું હતું કે, એવા અહેવાલો છે કે પોલીસે અમીનીના માથાને દંડા વડે માર માર્યો હતો અને તેમના એક વાહન પર તેનું માથું પછાડ્યું હતું. જાેકે, પોલીસે મહિલા સાથે કોઇ પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું હતું કે તેણીને “અચાનક હાર્ટ ફેલ્યોર” થઇ જતા તે ઢળી પડી હતી. તો બીજી તરફ અમીનીના પરિવારે કહ્યું છે કે તે તંદુરસ્ત અને સ્વસ્થ હતી. ૨૨ વર્ષીય આ યુવતી પશ્ચિમી ઇરાનના કુર્દિસ્તાન પ્રાંતની હતી. જ્યાં સોમવારે સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતા ત્રણ લોકોના મોત થયા હતા. ઇરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખામેનીએ સોમવારે અમિનીના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને કહ્યું હતું કે “તમામ સંસ્થાઓ દ્વારા જે અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેના રક્ષણ માટે કાર્યવાહી કરશે”. શું છે હિજાબ કાયદો શું તેની જાણકારી છે તમારી પાસે? જેમાં આ હિજાબ ના કાયદા વિષે કહી શકાય કે ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ બાદ ઈરાનમાં સત્તાધીશોએ ફરજિયાત ડ્રેસ કોડ લાગૂ કર્યો હતો. જેમાં તમામ મહિલાઓએ હેડસ્કાર્ફ અને ઢીલા ફિટિંગવાળાં કપડાં પહેરવાનું ફરજીયાત કરાયું હતું. મોરેલિટી પોલીસ – જેને ઔપચારિક રીતે “ગશ્ત-એ ઇર્શાદ” (ગાઇડન્સ પેટ્રોલ્સ) તરીકે ઓળખાય છે – અન્ય બાબતોની સાથે સાથે મહિલાઓએ નિયમાનુસાર “યોગ્ય” વસ્ત્રો પહેર્યા હોય તે જાેવાનું કામ પણ સોંપવામાં આવે છે. અધિકારીઓ પાસે સ્ત્રીઓને રોકવાની અને તેઓ વધારે પડતા વાળ બતાવી રહી છે કે કેમ તે ચકાસવાની સત્તા છે. તેમના ટ્રાઉઝર અને ઓવરકોટ ખૂબ ટૂંકા અથવા વધારે ફિટિંગ હોય છે અથવા તો તેઓ વધારે પડતો મેક-અપ કર્યો છે. તો નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજામાં દંડ, જેલ અથવા ચાબખાં મારવાનો સમાવેશ થાય છે. ૨૦૧૪માં ઈરાની મહિલાઓએ “માય સ્ટીલથી ફ્રીડમ” નામના ઓનલાઇન વિરોધ અભિયાનના ભાગરૂપે જાહેરમાં હિજાબના કાયદાઓનું ઉલ્લંઘન કરતા પોતાના ફોટા અને વિડીયો શેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે “વ્હાઇટ વેડનેસ ડે” અને “ગર્લ્સ ઓફ રિવોલ્યુશન સ્ટ્રીટ” સહિત અન્ય વિરોધ પહેલને પણ પ્રેરિત કરી છે. મુખ્યત્વે કુર્દિશ વિસ્તારોમાં માનવાધિકારો પર નજર રાખતી નોર્વે સ્થિત સંસ્થા હેંગાવેએ જણાવ્યું હતું કે, ઇરાનના કુર્દિસ્તાન પ્રાંતની રાજધાની સાકેઝ અને સાણંદજમાં વિરોધ પ્રદર્શનો પર હુલ્લડ પોલીસે શનિવાર અને રવિવારે જીવંત દારૂગોળો, રબરની ગોળીઓ અને ટીયરગેસ છોડતા ૩૮ લોકો ઘાયલ થયા હતા. ગ્રુપના અહેવાલ અનુસાર, અશાંતિ વધતાં સોમવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ પુરુષ દેખાવકારોને ગોળી મારીને મારી નાંખવામાં આવ્યા હતા.જેમાં એક સાકેઝમાં અને બે અન્ય લોકો દિવાન્દરેહ અને દેહગોલાન શહેરોમાં માર્યા ગયા હતા. આ અગાઉ દિવાનદરેહમાં એક બીજા વ્યક્તિના મોતની જાણ કરી હતી. પરંતુ સંબંધીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તેની હાલત ગંભીર છે. તેહરાનમાં ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે મહિલાઓ તેમના માથા પરના સ્કાર્ફ ઉતારે છે અને “સરમુખત્યારને મૃત્યુ” ના નારા લગાવે છે – આ નારાનો ઉપયોગ ઘણીવાર સુપ્રીમ લીડરના સંદર્ભમાં કરવામાં આવે છે. અન્ય લોકોએ “ન્યાય, સ્વતંત્રતા, ફરજિયાત હિજાબ નહીં” ના નારા લગાવ્યા હતા. ઉત્તરીય પ્રાંત ગિલાનમાં દેખાવકારોની પોલીસ સાથે પણ અથડામણ થઇ હતી. ઉત્તરીય શહેર રાશ્તમાં સોમવારે રાત્રે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી એક મહિલાએ બીબીસીને પર્શિયન ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. જેમાં તેણે પોલીસ દ્વારા લાકડીઓ અને હોઝ વડે માર મારવાના પરિણામે તેણીના શરીર પર પડેલા ઉઝરડાઓ દેખાડ્યા હતા. મધ્ય શહેર ઇસ્ફાહનમાં વિરોધ કરનારી અન્ય એક મહિલાએ બીબીસીના અલી હમીદાનીને જણાવ્યું હતું કેઃ “જ્યારે અમે આકાશમાં અમારા માથા પર સ્કાર્ફ લહેરાવી રહ્યા હતા ત્યારે મને સુરક્ષિત રાખવા અન્ય પુરુષોએ ઘેરી લીધી હતી. આ એકતા જાેઈને ખૂબ જ સારું લાગે છે. હું આશા રાખું છું કે વિશ્વ અમને ટેકો આપશે.” તેહરાનના રાજ્યપાલ મોહસેન મન્સૌરીએ મંગળવારે ટ્‌વીટ કર્યું હતું કે, વિરોધ પ્રદર્શનો “અશાંતિ ફેલાવવાના એજન્ડા સાથે” કરવામાં આવ્યા હતા. જ્યારે સરકારી ટીવીએ આરોપ લગાવ્યો હતો કે કુરદિશ અલગાવવાદીઓ અને સ્થાપનાના ટીકાકારો દ્વારા અમીનીના મૃત્યુનો ઉપયોગ “બહાના તરીકે કરવામાં આવી રહ્યો છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *