Chandigarh

ચંદીગઢ યુનિવર્સિટીમાં એમએસએસ કાંડ મામલામાં આરોપી વિદ્યાર્થિની બાદ એક યુવકની શિમલાથી ધરપકડ કરી

ચંદીગઢ
ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક મામલામાં શિમલાના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી બેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પંજાબ પોલીસે ચંદીગઢ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીની ધરપકડ કરી હતી. વિદ્યાર્થિની પર આરોપ છે કે તે હોસ્ટેલમં યુવતીઓના નહાતા સમયે વીડિયો બનાવતી હતી અને પછી શિમલામાં રહેતા પોતાના બોયફ્રેન્ડને મોકલતી હતી. પરંતુ પોલીસ અને યુનિવર્સિટીએ આ દાવાને નકાર્યો છે. યુનિવર્સિટીના પ્રો ચાન્સલરે કહ્યું કે આરોપી વિદ્યાર્થિનીએ માત્ર ખુદનો વીડિયો શૂટ કરીને મોકલ્યો હતો. પંજાબ પોલીસ આરોપી યુવકને શોધવા માટે શિમલા પહોંચી હતી. વિદ્યાર્થિનીએ મોબાઇલમાં આરોપી યુવકની તસવીર પણ દેખાડી હતી. પંજાબ પોલીસે કહ્યું કે વિદ્યાર્થિની શિમલામાં રહેતા આરોપી યુવકને સારી રીતે ઓળખે છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થિનીના મોબાઇલની ફોરેન્સિક તપાસ કર્યા બાદ બાકી જાણકારી સામે આવશે. મુખ્યમંત્રી ભગવંત માને આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તો કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ રંજીત રંજને આ મામલા પર ચિંતા વ્યક્ત કરતા પંજાબ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ચંદીગઢ કેમ્પસ જવું જાેઈએ અને સંપૂર્ણ ઘટનાની જાણકારી લેવી જાેઈએ. માત્ર ટ્‌વીટ કરી તેને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે આ સંવેદનશીલ મામલો છે અને તેના પર આકરી કાર્યવાહી કરવી જરૂરી છે. મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં રાત્રે ૨ કલાકે તે સમયે હંગામો શરૂ થઈ ગયો જ્યારે ખબર પડી કે હોસ્પિટલની ૫થી ૬ વિદ્યાર્થિનીઓનો સ્નાન કરવા સમયનો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે એક યુવતીએ વીડિયો બનાવી એક યુવકને મોકલ્યો. આ મામલામાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ પરિસરમાં હંગામો શરૂ કર્યો. ચંદીગઢ વિશ્વવિદ્યાલયનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓનો વિવાદાસ્પદ વીડિયો શૂટ કરવાની અફવાઓ નિરાધાર અને ખોટી છે. તેમનું કહેવું છે કે કોઈએ આવો વીડિયો બનાવ્યો નથી, જે વિવાદાસ્પદ હોય. તેનું કહેવું છે કે માત્ર એક વીડિયો મળ્યો છે જે ખુદ તે વિદ્યાર્થિનીનો છે, જેને તેણે તેના પ્રેમી સાથે શેર કર્યો હતો. વિશ્વવિદ્યાલયના તંત્ર જેવો દાવો મોહાલી પોલીસના પ્રમુખે પણ કર્યો છે. મોહાલીના એસએસપી વિવેક શીલ સોનીએ કહ્યુ કે, તે વાત ખોટી છે કે ઘણી યુવતીઓના વીડિયો બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમારી તપાસમાં આવો બીજાે કોઈ વીડિયો સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે જે વીડિયો વાયરલ થયો તે આરોપી છાત્રા ખુદનો છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *