Chandigarh

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં પત્નીએ કથિત રીતે પોતાના પતિની કુહાડી મારીને કરી હત્યા

છત્તીસગઢ
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગુસ્સામાં આવેલી પત્નીએ કથિત રીતે પોતાના પતિની કુહાડી મારીને હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે પત્નીની ધરપકડ કરી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અમલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુસ્સે થયેલી પત્ની સંગીતા સોનવાણીએ તેના પતિ અનંત સોનવાણીની કુહાડી વડે હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં સંગીતાની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે સંગીતાએ સોમવારે પોલીસને જાણ કરી હતી કે અજાણ્યા લોકોએ તેના પતિ અનંતની હત્યા કરી છે. તેમણે કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને મૃતદેહને કબજાે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અનંતના શરીર પર તીક્ષ્ણ હથિયારના નિશાન હતા અને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. પોલીસે પત્નીની ધરપકડ કરી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અમલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુસ્સે ભરાયેલી પત્ની સંગીતા સોનવાણીએ તેના પતિ અનંત સોનવાણીની કુહાડી વડે હત્યા કરી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે સંગીતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો બાદમાં તેણે પતિની હત્યા કરી હોવાનો સ્વીકાર કરી લીધો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારની રાત્રે તેના અને અનંતની વચ્ચે કોઇ વાતને લઇ વિવાદ હતો. વિવાદ દરમિયાન અનંતે પત્ની સંગીતાને બદસૂરત અને કાળી કહી હતી. આથી સંગીતા નારાજ થઇ ગઇ અને કુલ્હાડીથી અનંતની હત્યા કરી નાંખી તથા તેના પ્રાઇવેટ પાર્ટને પણ કાપી નાંખ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટનાને અંજામ આપ્યા બાદ સંગીતા ઘરમાં જ રહી અને સવારે ગ્રામીણો અને પોલીસને જણાવ્યું કે, તેના પતિની હત્યા થઇ છે પરંતુ પોલીસની પૂછપરછ દરમિયાન તેનો ગુનો સામે આવી ગયો. પોલીસે જણાવ્યું કે, અનંતની હત્યાના આરોપમાં પોલીસે સંગીતાની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે, સંગીતા અનંતની બીજી પત્ની છે. અનંતની પ્રથમ પત્નીનું મોત થઇ ચૂક્યું છે. અનંતનો પ્રથમ પત્નીથી એક ૧૨ વર્ષનો પુત્ર છે અને સંગીતાથી ૪ માસની એક દીકરી છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *