Chandigarh

છત્તીસગઢના મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાં ધ કાશ્મીર ફાઈલ્સ ટેક્સ ફ્રી કરવા અપીલ કરી

છત્તીસગઢ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રને અપીલ કરી છે કે તે કાશ્મીર ફાઈલ્સને દેશભરમાં કરમુક્ત બનાવવા માટે કેન્દ્રીય જીએસટી હટાવે.સાથે જ સીએમ ભૂપેશ બઘેલે એમ પણ કહ્યું કે તે આજે રાત્રે ૮ વાગ્યે રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે ફિલ્મનો શો જાેશે. ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે આક્ષેપ કર્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે,તેણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ સરકાર લોકોને આ ફિલ્મ જાેવા દેવા માગતી નથી અને તે થિયેટરોને ટિકિટ ન વેચવા દબાણ કરી રહી છે.ત્યારે સીએમ ભૂપેશ બધેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે ટિ્‌વટ કરીને કહ્યુ કે, ભાજપના ધારાસભ્યોએ માગ કરી છે કે’કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત કરવી જાેઈએ. હું માનનીય વડાપ્રધાનને વિનંતી કરું છું કે તેઓ આ ફિલ્મ પરથી સેન્ટ્રલ જીએસટી હટાવવાની જાહેરાત કરે.આ ફિલ્મ દેશભરમાં કરમુક્ત થઈ જશે. એક ટિ્‌વટમાં જણાવ્યુ હતુ કે,આજે વિધાનસભાના તમામ આદરણીય સભ્યો (વિપક્ષના સભ્યો સહિત)ને એક સાથે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ જાેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે રાત્રે ૮ વાગ્યે રાજધાનીના સિનેમા હોલમાં, અમે બધા ધારાસભ્યો સાથે મળીને ફિલ્મ જાેઈશું. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સમગ્ર દેશમાં બીજેપી નેતાઓ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા મથામણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની સરકારોએ તેમના રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

CM-Bhupesh-Baghel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *