Chandigarh

જનતાના હિતમાં આજ સુધી કોઈએ ન લીધેલો નિર્ણય હું લઈશ ઃ ભગવંત માન

ચંડીગઢ
પંજાબી અને હિન્દીમાં કરવામાં આવેલા ટ્‌વીટમાં ભગવંત માને જણાવ્યું છે કે, ‘પંજાબની જનતાના હિતમાં આજે બહુ મોટો ર્નિણય લેવામાં આવશે. પંજાબના ઈતિહાસમાં આજ સુધી કોઈએ આવો ર્નિણય લીધો નથી હોય. હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ. ભગવંત માને એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં યોજાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત દિલ્હી છછઁના તમામ નેતાઓએ હાજરી આપી હતી. ભગવંત માન પંજાબના ૧૭માં સીએમ બન્યા છે. કાર્યકાળના હિસાબે તેઓ પંજાબના ૨૫મા સીએમ છે. માન સંગરુરથી બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. ૧૧૭ સીટોવાળી પંજાબમાં છછઁને ૯૨ સીટો મળી છે. જ્યારે, કોંગ્રેસને ૧૮, અકાલી દળને ૩ અને ભાજપને ૨ બેઠકો મળી હતી. છછઁએ આ વખતે ભગવંત માનના ચહેરા પર ચૂંટણી લડી હતી.પંજાબમાં મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કર્યા બાદ ભગવંત માન એક્શનમાં આવી ચૂક્યા છે અને ધડાધડ એક પછી એક ર્નિણયો લઈ રહ્યા છે. હવે તેમણે જાહેરાત કરી છે કે રાજ્યની જનતા માટે એક સૌથી મોટો ર્નિણય લેવાના છે. ભગવંત માનને ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે તેઓ પંજાબની જનતા માટે મોટો ર્નિણય કરવાના છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

CM-Panjab-Bhagvant-Mann.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *