Chandigarh

દસ વર્ષનો બાળક બોરવેલમાં ફસાયો, સુરતની રોબોટિક્સ ટીમેં બચાવ કાર્ય હાથ ધર્યું

છત્તીસગઢ
છત્તીશગઢના જાંજગીર ચંપામાં દસ વર્ષનો રાહુલ કલાકો સુધી ૬૫ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલો છે. પ્રશાસન તેને બહાર કાઢવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. પોલીસ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ પણ સતત પ્રયાસો કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સીએમ બઘેલે કડક સૂચના આપી છે કે રાહુલને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે. જણાવી દઈએ કે બોરવેલમાં પડેલા બાળકને બચાવવાનું કામ છેલ્લા ૩૦ કલાકથી ચાલી રહ્યું છે. હવે રાહુલને બહાર કાઢવા માટે રોબોટની મદદ લેવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અધિકારીઓને સુરતના રોબોટ નિષ્ણાતનો સંપર્ક કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાહુલના માતા-પિતા સાથે વીડિયો કોલમાં વાત કરી અને બાળકના સુરક્ષિત પરત આવવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ બાળકના માતા-પિતાને ધીરજ રાખવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ બચાવ કામગીરી અંગે કલેક્ટર જિતેન્દ્ર શુક્લા અને પોલીસ અધિક્ષક વિજય અગ્રવાલ પાસેથી અપડેટ લીધા છે, જેના પર જાંજગીર કલેકટરે જણાવ્યું કે તેમની સૂચના મુજબ ગુજરાતમાંથી વિશેષ રોબોટિક્સ ટીમ બોલાવવામાં આવી અને રોબોટિક્સ નિષ્ણાત અને તેમની ટીમ સાંજ સુધીમાં ત્યાં પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે આ ખાસ રોબોટિક્સ ટીમ દ્વારા ગુજરાતમાં એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. રાહુલને બચાવવાના પ્રયાસો ચાલુ છે, પ્રશાસનની ટીમ સ્થળ પર હાજર છે. આ સિવાય સેનાના જવાનો પણ ઘટનાસ્થળે હાજર છે. પ્રશાસનની સૂચના મુજબ ૬૫ ફૂટનું ખોદકામ કરવામાં આવશે, ત્યારબાદ ટનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. બાળકને બચાવવા માટે શુક્રવારે સાંજથી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે સતત ચાલુ છે. એવું અનુમાન હતું કે, બાળકને રાત્રે ૯ વાગ્યા સુધીમાં બહાર નીકાળી લેવામાં આવશે. પ્રશાસને થોડા સમય પહેલા દોરડાના સહારે ફણ બાળકને બગાર નીકાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. બાળકને બચાવવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે કારણ કે પાઈપમાં કેસીંગ પાઈપ નાખવામાં આવી નથી તેથી સ્પંદનોને કારણે માટી ઉપર ધકેલાઈ શકે તેમ હોવાથી દૂરથી ખાડો ખોદવામાં આવી રહ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે ડિગિંગ મશીન જેને ચેઈન માઉન્ટેન કહેવામાં આવે છે, તેને ખોદવામાં સમય લાગી રહ્યો છે, જેના કારણે કામની ગતિ પણ ધીમી છે. કલેક્ટર સહિતના અધિકારીઓ સીસીટીવી પર નજર રાખી રહ્યા છે. રાત્રે બાળકને ખાવા માટે કેળા, ફ્રુટી અને અન્ય ખાદ્યપદાર્થો મોકલવામાં આવ્યા હતા. બોરવેલમાંથી રાહુલનો અવાજ અને હિલચાલ સંપૂર્ણ રીતે સંભળાય છે અને દેખાય છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ અધિક્ષકોને બોરવેલ અંગે સૂચનાઓ જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે અધિકારીએ ખાતરી કરવી જાેઈએ કે કોઈ બોરવેલ ખુલ્લો ન હોય. આવા બોરવેલને તાત્કાલિક બંધ કરો, જેનાથી અકસ્માત થઈ શકે છે. આ કામની નિયમિત સમીક્ષા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે કે જેથી બોરવેલ બંધ થાય. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે ૧ વાગ્યાની આસપાસ બાળકે હરકત કરવાનું બંધ કરી દીધું હતું, આ વાતે બધાને ચિંતામાં મૂકી દીધા હતા. સવારે લગભગ ૫ વાગ્યાની આસપાસ બાળકે હલચલ મચાવી હતી જેના પછી બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બાળક બહેરો-મૂંગો અને માનસિક રીતે નબળો હોવાથી આ બાળક શાળાએ પણ જઈ શકતો ન હતો. બાળકના પિતાએ વાડમાં બે વખત બોર બનાવ્યો હતો જે કેસીંગ કર્યા વગર ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો. બાળક રમતા રમતા આ બોરવેલમાં પડી ગયો હતો. રાહુલને બચાવવામાં મદદ લેવામાં આવી રહેલ આ રોબોટ ભૂતકાળમાં પણ આવા અનેક બચાવ કામગીરી કરી ચૂક્યો છે. આ રોબોટ લિફ્ટિંગ યુનિટ, કંટ્રોલ યુનિટ, સેન્સિંગ યુનિટ, ગ્રિપર સિસ્ટમ, ફેલ-સેફ સિસ્ટમ અને ગ્રાફિકલ યુનિટના ઘટકો દ્વારા કામ કરે છે. લિફ્ટિંગ યુનિટમાં દોરડું, વિંચ અને પોલ હોય છે. ઉપર અને નીચેની હિલચાલને યાંત્રિક ફ્રેમવર્કનો ઉપયોગ કરીને નિયંત્રિત કરવામાં આવે છે. પોર્ટેબલ વર્કસ્ટેશન બનાવવા માટે સંપૂર્ણ મિકેનિકલ એસેમ્બલી સીરીયલ આદેશો દ્વારા નિયંત્રિત કરવામાં આવી હશે. વર્કસ્ટેશનમાંથી આદેશો આપીને, બાળકને રોબોટની પકડથી પકડી રાખવામાં આવે છે. પછી તે ધીમે ધીમે ઉપર ખેંચાય છે. આ આખું કામ થોડી મિનિટોમાં થઈ જાય છે અને આ રોબોટ દ્વારા બાળકને ઈજા થવાનું જાેખમ પણ ઓછું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *