Chandigarh

પંજાબના મુખ્યમંત્રીએ ક્રાંતિકારી ઉધમસિંહના શહીદ દિવસે મોટી જાહેરાત કરી

ચંદીગઢ
ભારતીય ક્રાંતિકારી ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપતા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને અનેક જાહેરાતો કરી હતી. તેમણે વીર ઉધમ સિંહને મહાન ક્રાંતિકારી ગણાવ્યા. તેમણે સુનામના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ.૨૨.૬૦ કરોડના વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે ૈં્‌ૈં સુનામ ખાતે નિર્માણ થનાર સ્ટેડિયમનો શિલાન્યાસ પણ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે ઉપરોક્ત સ્ટેડિયમ રૂ.૧.૬૬ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને તેનાથી યુવાનોમાં રમતને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. વળી, ઉધમસિંહને શ્રદ્ધાંજલિ આપતી વખતે પારદર્શક વહીવટ આપવા અને કોઈપણ પક્ષપાત વિના વિકાસના કામો પૂર્ણ કરવાની માન સરકારની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા કેબિનેટ મંત્રી અમન અરોરાએ જણાવ્યુ હતુ કે આ વિકાસ કાર્યો મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવશે તે મુજબ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી સુનામના લોકોને મોટી રાહત મળશે. મુખ્યમંત્રીએ ચીમા ખાતે ૪.૪૬ કરોડના ખર્ચે વહીવટી સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી છે. જેનાથી ચીમાના રહેવાસીઓને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત ચીમા ખાતે રૂ.૫.૦૭ કરોડના ખર્ચે નવુ બસ સ્ટેન્ડ, લોંગોવાલ ખાતે રૂ.૩.૫૮ કરોડના ખર્ચે નવુ સ્ટેડિયમ અને રૂ.૨.૫૪ કરોડના ખર્ચે નવા બસ સ્ટેન્ડની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. ૫.૨૮ કરોડના ખર્ચે સુનામ શહેરમાં ગટર અને પાણી પુરવઠાની બાકીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મંત્રી અમન અરોરાએ કહ્યુ કે અગાઉની સરકારોએ માત્ર ખોટા વચનો આપીને લોકોને છેતર્યા છે. જ્યારે દીઘર્દ્રષ્ટા મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે સત્તામાં આવ્યાના ચાર મહિનામાં જ કલ્યાણ માટે અનેક મોટા-મોટા કાર્યો કર્યા છે. ઐતિહાસિક ર્નિણયો લેવામાં આવ્યા છે અને તેનો સફળતાપૂર્વક અમલ પણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે સરકાર સમાજના તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને શાસન વ્યવસ્થામાં સુધારા લાવવા માટે સમર્પિતપણે કામ કરી રહી છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *